ગુજરાતમાં જેમજેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ જામતુ જાય છે. પાર્ટીઓ બદલવાનો દૌર વધતો જઈ રહ્યો છે. ભાજપ અધ્યક્ષ પાટીલ દ્વારા કોંગ્રેસના થોકબંધ નેતાઓને ભાજપમાં જોડીને પોતાનું કદ વધારી દીધું છે. થોડા થોડા સમય કોંગ્રેસ નેતાઓને જોડીને ભાજપ પોતાની એક અલગજ હવા બનાવી રહ્યું છે.
હવે પાછા નવા સમાચાર આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર કોંગ્રેસના છ ધારાસભ્યો કેસરિયા કરી રહ્યા છે. કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની મીડિયા જગતમાં ચર્ચા જામી રહી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારીએ આ વાત ઉપજાવી કાઢી છે એમ કહીને આ માત્ર એક અફવાહ ગણાવી દીધી છે. ભાજપ ધીમે ધીમે કોંગ્રેસ ના અનુભવી નેતાઓને પોતાની સાથે લઈને કોંગ્રેસને વિક પાડી રહી છે.
છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા કોંગ્રેસ ના નેતાઓ ધારાસભ્યોને પાર્ટી માં શામેલ કરવાં આવી રહ્યા છે. હમણાં હમણાં તો આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરને પણ ભાજપે ખેસ પહેરાવી આવકાર આપ્યો છે. કોંગ્રેસ નેતાઓની વાત કરીએ તો ભાજપ માં કોંગ્રેસ નેતાઓનું તો કીડીયારું ઉભરાયું છે. હાલમાં ભાજપ સરકારમાં 3..4 મંત્રીઓ પણ કોંગ્રેસી છે. ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને પોતાની સાથે જોડવામાં ને જોડવામાં પોતાના સંનિષ્ટ કાર્યકરો અને જમીન સાથે જોડાયેલા નેતાઓ ની અવગણના કરતી હોય તેવું કેટલાક કાર્યકરો અને નેતાઓને લાગી રહ્યું છે.
કેટલાક નેતાઓ હાલમાં પણ ભાજપ માં ગૂંગળામણ અનુભવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ આજ પાટીલ નો પાવર પ્લે છે. કોંગ્રેસ નેતાઓ ને ભાજપ માં જોડીને તેમને નિષ્ક્રિય કરી નાખવાના અને કોંગ્રેસ ને નબળી કરી ને આસાનીથી જીતી જવાનું. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કોંગ્રેસન નેતાઓ કે ધારાસભ્યોને પાર્ટી માં લેવામાં આવશે નહીં પરંતુ આ માત્ર એક નિવેદન બની રહ્યું હતું.
ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ ના આ નિવેદન બાદ અત્યાર સુંધીમાં ગુજરાત ભાજપે થોકબંધ વિપક્ષી નેતાઓને ભાજપ નો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. હાલમાં જ જોઈએ તો કોંગ્રેસના કેટલાય નેતાઓને ભાજપે આવકાર્યા છે એટલું જ નહીં ખુદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કોંગ્રેસ ના નેતાઓને ખેસ પહેરાવીને સ્વરાગત કરવામાં આવ્યું હતું. પાટીલ ના પાવર પ્લે ને જે સમજી શકે તે જ સમજી શકે છે. વિપક્ષના થોકબંધ નેતાઓ ને ભાજપે પોતાના માં સમાઈ ને એક કાંકરે બે તિર માર્યા છે. ભાજપ માં લઇ ને તેમનું જોર સમાપ્ત કરી નાખ્યું અને બીજું કોંગ્રેસ ને વધારે નબળી કરી નાખી.