સમગ્ર દેશના દરેક રાજ્યો પર ભાજપ નેતા અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ચાંપતી નજર છે. હાલમાં ચૂંટણીનો મહોલ છે ત્યારે ભાજપ કોઈપણ જાતનું રિસ્ક લેવા મંગતું નથી એ સ્પષ્ટ છે. હાલમાં બિહાર ગઢબંધન માં ડખા પડ્યા બાદ ભાજપ સત્તા વિહોણું થઈ ગયું. બસ આજ બાબતથી સબક લઈને અન્ય રાજ્યો માં પણ આવું ન બને એ પ્રયાસો કરી રહ્યા છે. કર્ણાટકમાં એક ઓડિયો લીક થયો છે. કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સામે જબરદસ્ત અસંતોષ છે. ના માત્ર સંગઠનમાં પરંતુ જનતામાં પણ તેમની સામે અસંતોષની લાગણી છે. ભાજપ ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઇલે તેવી શક્યતાઓ છે. હાલમાં તેમના પર સત્તા જવાની તલવાર લટકી રહી છે. કર્ણાટકના કાનૂન મંત્રી જે. સી. મધુસ્વાનું કોલ રેકોર્ડિંગ આગની ગતિએ વાઇરલ બન્યું છે. તેમાં તેઓ કહી રહ્યા છે, અમે સરકાર ચલાવતા નથી, માત્ર સરકાર સંભાળી રહ્યા છીએ. સાત-આઠ મહિના આમ જ ખેંચવાનું છે.
કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને રાજ્ય સરકારમાં જ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. કર્ણાટક સરકાર પર સતત ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. દરમિયાન કર્ણાટકના એક મંત્રીનો ઓડિયો લીક થયો છે જેણે સમગ્ર રાજ્યમાં રાજકીય તોફાન મચાવી દીધું છે. કર્ણાટકના મંત્રીનો આ ઓડિયો સીએમ બસવરાજ બોમાઈના નબળા કાર્યકાળની આંતરિક સ્થિતિ જણાવી રહ્યો છે. આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વાયરલ ઓડિયો ક્લિપમાં કર્ણાટકના એક મંત્રી કહી રહ્યા છે કે તેઓ સરકાર નથી ચલાવી રહ્યા, તેઓ માત્ર તેને મેનેજ કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ કર્ણાટકના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. મંત્રીનો ઓડિયો વાઈરલ થયા બાદ સીએમ બસવરાજ બોમાઈને શરમાવું પડ્યું છે. જો કે સીએમએ આ ઓડિયોને સંદર્ભની બહાર ગણાવ્યો છે. વાસ્તવમાં આ ઓડિયો ક્લિપમાં કર્ણાટકના કાયદા મંત્રી જેસી મધુસ્વામીને એમ કહેતા સાંભળી શકાય છે કે અમે સરકાર નથી ચલાવી રહ્યા પરંતુ તેને મેનેજ કરી રહ્યા છીએ.
બોમાઈ સામે સરકારનો અસંતોષ
કર્ણાટક સરકારમાં અત્યારે સીએમ બોમાઈ સામે ભારે અસંતોષ છે. રાજ્યમાં વહીવટી નિષ્ફળતાનો દોષ પણ તેમના માથે ઢોળી રહ્યો છે. થોડા દિવસો પહેલા એવી અટકળો પણ ચાલી રહી હતી કે ભાજપ કર્ણાટકની ગાદી પર કોઈ બીજાને બેસાડી શકે છે, જો કે આવતા વર્ષે ચૂંટણી પણ યોજાવાની છે.
યેદિયુરપ્પાએ શાહ સાથે મુલાકાત કરી હતી
થોડા દિવસ પહેલા જ કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે નક્કી કર્યું હતું કે હવે બોમાઈને વધુ એક તક આપવામાં આવશે. બોમ્માઈને પણ યેદિયુરપ્પાના ફેવરિટ માનવામાં આવે છે. 2021 માં બીએસ યેદિયુરપ્પાએ મુખ્ય પ્રધાન પદ છોડ્યા પછી યેદિયુરપ્પાની પસંદગી પર બસવરાજ બોમાઈને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઓડિયો ક્લિપ લીક થયા બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે બધુ બરાબર છે, કોઈપણ પ્રકારની સમસ્યા નથી.
બોમાઈના ટીકાકારો અવાજ ઉઠાવી રહ્યા છે
તાજેતરના સમયમાં કર્ણાટકમાં સીએમ બસવરાજ બોમાઈના ટીકાકારો અવાજ ઉઠાવી રહ્યા છે. આ વિરોધીઓનો આરોપ છે કે મુખ્યમંત્રી બોમાઈએ રાજ્ય પર પોતાની પકડ ગુમાવી દીધી છે. તેમનું નિયંત્રણ હવે રાજ્ય પર રહ્યું નથી. કર્ણાટકમાં દરરોજ સાંપ્રદાયિક હિંસા ભડકી રહી છે, સીએમ બોમાઈ તેમને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગયા મહિને સાંપ્રદાયિક હિંસાને લઈને ભાજપના એક કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન એક પછી એક અનેક હત્યાઓ થઈ.
જરૂર પડ્યે યોગી મોડલ અમલમાં મુકીશુંઃ સીએમ બોમાઈ
ટીકાકારોને જવાબ આપતા સીએમ બોમાઈએ કહ્યું કે જો જરૂર પડશે તો કર્ણાટકમાં પણ ‘યોગી મોડલ’ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દોષિતોને સજા આપવા માટે કડક નિર્ણય લઈશું. હવે યુપી સરકારના સીએમ યોગી મોડલને રાજ્યમાં પણ અપનાવવામાં આવશે. બોમાઈએ કહ્યું કે રાજ્યમાં સાંપ્રદાયિક હિંસાનો સામનો કરવા માટે યોગી મોડલ રજૂ કરી શકાય છે.