ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે. એટલું જ નહીં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ વારંવાર ગુજરાત આવી રહ્યા છે અને રેલીઓ સંબોધી રહ્યા છે. અને અવનવી જાહેરાત પણ કરી રહ્યા છે. મફત વીજળી મફત શિક્ષણ જેવી અનેક જાહેરાતો કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લક્ષમાં રાખીને કરી નાખી છે. ગઈ કકળે આમ આદમી પાર્ટીના સંયોજક એવિંદ કેજરીવાલે ગુજરાતના ભુજ માં સભા સંબોધી હતી.
ગઈ કાલે જ કોંગ્રેસ ના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત પ્રવાસે આવવાના હતાં પરંતુ ખરાબ મોસમ ના કારણે સુરત, વડોદરા અને રાજકોટ એમના હેલિકોપ્ટરને લેન્ડ થવાની મંજૂરી મળેલ નોહતી એટલે ડિલે થયું હતું. પરંતુ કેજરીવાલ ના સમર્થકો એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અશોક ગેહલોત વિરોધી પોસ્ટરો લગાવ્યા હતા. આદમી પાર્ટીના કાર્યકરોએ રિક્ષામાં ‘ગો બેક રાજસ્થાન સીએમ’ના પોસ્ટર લગાવ્યા હતા.
જણાવી દઈએ કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌરાષ્ટ્રમાં કેટપક ધારાસભ્યો ભાજપ માં જોડાવા જઈ રહ્યા છે તેનામાટે ડેમેજ કંટ્રોલ કરવા માટે આવવાના હતાં જો કે તેઓ પહોંચે તે પહેલાં જ આપ સમર્થકોએ રીક્ષાઓ પાછળ પોસ્ટર લગાવી દીધા હતાં. રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત એક પાક્કા ચૂંટણી રણનીતિકાર અને માસ્ટર ખેલાડી છે. જાદુગરના હુલામણા નામે ઓળખાતા અશોક ગેહલોત દ્વારા આ પહેલા પણ પોતાના કરતબ ગુજરાતમાં દેખાડી ચુક્યા છે.
તાજેતરની જ વાત કરીએ તો રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોને નિયંત્રણમાં રાખીને ઝી ટીવીના માલિક સુભાષચંદ્રને પરાજિત કરી દીધા. એટલું જ નહીં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ટક્કર આપી બે આંકડામાં ભાજપને લાવી દીધી હતી. જ્યારે જ્યારે ગુજરાત કોંગ્રેસમાં કોઈ ઘમાસાણ હોય ત્યારે ત્યારે અશોક ગહેલોત સંકટમોચક બનીને હાજર થઈ જાય છે. ચુસ્ત ડીસીપ્લીન અને જનતા સાથે જોડાયેલા નેતા છે જેમને જનતાની નાડ પરાખતા અને નેતાના મનને સમજતા આવડે છે.
બસ કેજરીવાલને આજ ડર છે કે જો અશોક ગેહલોત ગુજરાતમાં સક્રિય થઈ જશે તો આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે. આમ આદમી પાર્ટી હાલ સુંધીના સર્વેમાં કોંગ્રેસના જ મતો તોડી રહી છે હવે તેમની નજર કોંગ્રેસના કોર વોટર પર છે પણ જો ગહેલોત આવે તો આ શક્યબની શકે નહીં. કારણ કે અશોક ગેહલોત પોતાની કોઠાસૂઝ મુજબઆમ આદમી પાર્ટીનો પગપેસારો રોકી શકવા સક્ષમ છે જે બાબત કેજરીવાલ સારી રીતે જાણે છે.
બસ આજ મનશાને પાર પાડવા માટે કેજરીવાલ સમર્થકો અશોક ગેહલોત નો વિરોધ કાફી રહ્યા હોય તેવુ બની શકે છે. આથી જ આમ આદમી પાર્ટી ગેહલોતના રાજકોટ આગમનનો વિરોધ કરી રહી છે. બાકી ધારાસભ્ય અને એ પણ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ માં જાય તો એને માટે રોકવાના પ્રયાસ કોંગ્રેસ કરે એમાં ભાજપ ને વિરોધ હોય આમ આદમી પાર્ટીને શું વિરોધ હોય!!