રાજ્યસભા ચૂંટણીમાં બંને બેઠક કોંગ્રેસ જીતી શકે છે, આ છે મોટી વ્યૂહરચના!

કોંગ્રેસ, ગુજરાત રાજ્યસભા, રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

ભાજપ દ્વારા રાજ્યસભા ની ચૂંટણીને રસાકસી બનાવી દેવામાં આવી છે. એટલે કે શાંત પાણીમાં કાંકરીચાળો કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે પહેલા બે નેતાઓને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ અંતિમ સમયે નરહરિ અમીન ને પણ ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ માંથી ભરત સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ના નામ પર મહોર મારવામાં આવી હતી. અમિત શાહની રણનીતિ મુજબ નરહરિ અમીનને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો તોડવા માટે જ ટિકિટ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જે રણનીતિ અંતર્ગત અમિત શાહ દ્વારા એક સાથે ત્રણ શિકાર કરવાની રાજરમત છે.

રાજ્યસભા, હાર્દિક પટેલ
Photo: Social media

ભાજપની વ્યૂહરચના પ્રમાણે ભાજપે કોંગ્રેસના 5 ધારાસભ્યોને તોડ્યા અને તેઓના રાજીનામાં આપવી ચુક્યા છે. હોવી કોંગ્રેસ પાસે બંને સીટ જીતવા માટે બહુમત નથી. કોંગ્રેસ હવે એક જ રાજ્યસભા સીટ જીતી શકે છે. આ બાબતે કોંગ્રેસ નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયામાં ખરીદ્યા. તો એક ન્યુઝ પેપર દ્વારા આ બાબતે ખુલાસો છઓઅવામાં આવ્યો કે બધાય ધારાસભ્યોને 15-15 કરોડ અને સોમાભાઈ ગાંડાભાઈને 20 કરોડમાં રાજીનામુઆપવા માટે માનવી લેવામાં આવ્યા હતાં. હવે આ વાતની પુષ્ટિ ખુદ આ પાંચ ધારાસભ્યો સાચું બોલી કરે ત્યારે હકીકત સામે આવે. follow our facebook page for more news

રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

પરંતુ હજુ નંબર ગેમ બાકી છે દેખીતી રીતે કોંગ્રેસ પાસે રાજ્યસભા ની બે બેઠક જીતવા બહુમતી નથી પરિણામે એક સીટ મેળવી શકે છે અને બીજી સીટ ગુમાવી શકે છે. પરંતુ નંબર ગેમમાં હજુ પણ કોંગ્રેસ ભાજપને માત આપી શકે છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ રણનીતિ અંતર્ગત કામે લાગી ગયા છે. કોંગ્રેસ પાસે હાલ 68+1 અપક્ષ ધારાસભ્ય છે. અને કોંગ્રેસ હાઈકમાન્ડથી પ્રેશર લાવીને છોટુ વસાવાને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે તૈયાર કરવામાં આવી રહી છે તેવા સમાચાર સૂત્રો દ્વારા વહેતા થયા છે. જો છોટુ વસાવા કોંગ્રેસને સમર્થન આપે તો કોંગ્રેસ પાસે 68+ 1 અપક્ષ+ 2 બિટીપી એમ મળીને 71 ધારાસભ્યો થઈ જાય છે.

રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

હવે રાજ્યસભા નું ગણિત સમજીએ કોંગ્રેસને બે બેઠક જીતવા માટે 72 ધારાસભ્યો જોઈએ જેમાં કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે. એટલે કોંગ્રેસ વધારે એકડાના કારણે બીજી બેઠક અંકે કરી શકે છે. જ્યારે ભાજપ નો આંકડો જોઈએ તો ભાજપ પાસે હાલ 103+1 એનસીપી એમ 104 ધારાસભ્યો છે અને ત્રણ બેઠક જીતવા માટે ભાજપને 108 ધારાસભ્યો જોઈએ જેમાં પણ ભાજપ પાસે બહુમતી નથી એટલે કોંગ્રેસ આસાનીથી હજુ આ બેઠક જીતી શકે છે. પરંતુ હવે કોઈ પણ રીતે એક પણ ધારાસભ્ય ના તૂટે અને છોટુ વસાવા કોંગ્રેસને સમર્થન આપે તો જ. જો અને તો ની રાજનીતિમાં ક્યારે શું થાય તેની કોઈને ખબર હોતી નથી. ભાજપના પોતાના અમુક ધારાસભ્યો પણ નારાજ ચાલી રહ્યા છે તે પણ રાજ્યસભા મકતદાન વખતે કોઈ મોટી અનહોની સર્જે તો નવાઈ નહીં.

રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

પાંચ ધારાસભ્યો તૂટ્યા બાદ કોંગ્રેસ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને સેફ પ્લેસ પાર ખસેડવામાં આવશે અને તે અંતર્ગત જયપુર લઇ જવામાં આવ્યા છે પરંતુ ત્યાં 14થી 15 જેટલાજ ધારાસભ્યોને લાઇ જવામાં આવ્યા ચબે બાકીના ધારાસભ્યોને પણ અન્યત્ર સ્થળે ખસેડવામાં આવશે જે અંગે હજુ ગુપ્તતા રાખવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા બંને બેઠક પર ઉમેદવાર લાડવાવવમાં આવશે અને કોઈ ઉમેદવાર પાછું ખેંચશે નહીં તે બાબતે કોંગ્રેસમાં સ્થિતિ ક્લિયર થઈ ગઈ છે તેવું હાલ તો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.