ફોટા સાથે ચેડાં કરનાર ભારતીય અભિનેતાને ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પ નો જવાબ! ગત મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની મુલાતે આવ્યા હતાં. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી અમેરિકન રાષ્ટ્રપતિ હોવાના નાતે દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપ્રમુખ તરીકે થાય છે. કરણ કે યુનાઇટેડ સ્અટેટ ઓફ અમેરિકા વિશ્વની મહાસત્તા છે અને સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એટલે તેમની આગતાં સ્વાગતાં પણ ભવ્ય હોવી જોઈએ એ સ્વાભાવિક છે. ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદમાં ગાંધી આશ્રમ, મોટેરા સ્ટેડિયમ ત્યારબાદ બીજા દિવસે દિલ્લીમાં આગ્રાના વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધારે છવાયેલા રહ્યા હતાં તેમના પુત્રી ઈવાંકા ટ્રમ્પ. તેમના ફોટો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા હતા.
ગત માહિનાની 24 તારીખે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે તેમણે સહપરિવાર તાજ મહેલની પણ મુલાકાત લીધી હતી અને આજે એટલે કે 25 તારીખે તેઓ દિલ્લીના પ્રવાસે નીકળી ગયા હતા અને દિલ્લીમાં તાજમહેલની મુલાકાત લીધી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ સમગ્ર યાત્રા દરમિયાન વધારે લાઇમ લાઇટમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે તેમના પત્ની મિલાનીયા ટ્રમ્પ નહીં પરંતુ તેમના દીકરી ઈવાંકા ટ્રમ્પ રહ્યા હતાં. ઈવાંકા ટ્રમ્પ તેમના પતિ જેરેડ કુશનર સાથે ભારત પ્રવસે આવ્યા હતાં. ઈવાંકા ટ્રમ્પના ફોટોસ ઝડપથી સોશિયલ મીડિયામાં વહેતા થઈ ગયા હતાં.
વાત એમ છે કે, પંજાબી અભિનેતા, સિંગર દિલજીત ડોસાંજ દ્વારા ઈવાંકા ટ્રમ્પ ના ફોટોસ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા અને ફોટોશોપ કરીને તેમની સાથે દિલજીત ડોસાંજ દ્વારા પોતાનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. એટલુંજ નહીં આ સાથે લખવામાં આવ્યું હતું કે, “હું અને ઈવાંકા, પાછળ પડી ગઈ હતી કે તાજ મહેલ જવું છે તાજ મહેલ જવું છે, પછી હું લઇ ગયો બીજું શું કરતો.” આ જોઈને ઈવાંકા ટ્રમ્પ દ્વારા દિલજીત ડોસાંજ ને જવાબ આપવામાં આવ્યો હતો કે, “સુંદર તાજમહેલ બતાવવા બાદલ આભાર દિલજીત, આ એક એવો અનુભવ હતો જેને ક્યારેય ભુલાવી શકાશે નહીં.” ઈવાંકા ટ્રમ્પના જવાબ બાદ શરમથી પાણી પાણી થયેલા અભિનેતા દ્વારા હળવો મઝાક કરતાં જવાબ આપ્યો કે, “અતિથિ દેવો ભવ: આભાર ઈવાંકા ટ્રમ્પ હું ખાલી લોકોને કહેવા માંગતો હતો કે આ ફોટોશોપ નથી, ફરીથી ભારત આવો ત્યારે લુધિયાના આવજો.”
ઇવાંકા ટ્રમ્પ આ પહેલા પણ ભારત આવી ચુક્યા છે અને હૈદરાબાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક કાર્યક્રમમાં હાજરી પણ આપી ચુક્યા છે. ઈવાંકા ટ્રમ્પ વ્હાઇટ હાઉસના સલાહકાર બન્યા તે પહેલાં તેઓ એક બિઝનેસ વુમેન હતા અને તેઓ ફેશન મોડેલ પણ હતા. તેમના ફોટોસ વિશ્વની જાણીતી મેગેઝીઝ વોગ માં પણ છપાઈ ચુક્યા છે. ઈવાંકા ટ્રમ્પ પોતે લેખક પણ છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના રિયલ એસ્ટેટના બિઝનેસને પણ તેઓ સાંભળે છે. તેઓ ટ્રમ્પ ઓર્ગેનાઝેશનમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ડેવલોપમેન્ટ એન્ડ એકવિઝિશન ના પદ પર કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, ઈવાંકા ટ્રમ્પ દ્વારા ના માત્ર દિલજીત ડોસાંજ ના ફોટોશોપ ફોટોનો જવાબ આપ્યો પરંતુ આદિત્ય ચૌધરી નામના એક યુવાનના ફોટોશોપ ફોટો પાર પણ ઈવાંકા એ જવાબ આપ્યો હતો. આ ઈવાંકાના એક ફોટોને ફોટોશોપ કારીને તેમને સાયકલની પાછળની સીટ પર બેસાડવામાં આવ્યા હતા. આ ફોટો ઓર ઈવાંકા ટ્રમ્પ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે, “હું ભારતીય લોકોની ગર્મજોશીની સરાહના કરું છું, મેં ત્યાં ઘણા નવા મિત્રો બનાવ્યા છે.”