ગુજરાતી અનપ્લગ સોંગ: કીર્તિદાન ગઢવીનો પરિચય આપવા જેવો નથી. ગુજરાતનો ખુણે ખૂણો કીર્તિદાન ગઢવીનાં આમ અને અવાજ સાથે તેમને ઓળખે છે. કીર્તિદાન ગઢવીને તમે લોક ગીતો ગાતા સાંભળ્યા હશે. પરંતુ આવખતે કીર્તિદાનભાઈએ સૌ પ્રથમવાર કોઈ અનપ્લગ ગુજરાતની ગીત ગાયું છે. અને આ ગીત તમે સાંભળશો એટલે દિલથી વાહ કહી દેશો એ નક્કી છે. ગીતના લિરિકસ તમારા મનને ડોલાઈ દેશે તો ગીતનું સંગીત સાંભળી તમે વાહ! બોલી ઉઠશો. એમાં પણ કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયા ના મધુર સુર! આ અનપ્લગ સોંગનું નામ છે સાઈબો રે મારો ગોવાળિયો. એક મહિલા અને તેના પતિ વચ્ચેની સરસ મઝાની લવ સ્ટોરી સ્ટોરી આ સોંગ દ્વારા વર્ણવી છે.
કીર્તિદાન ગઢવી વિશે આમતો કશું કહેવા જેવું નથી. તેઓ સારા સારા લોકગીતો અને ડાયરાઓ કરીને મિલિયન્સમાં ફંડ એકઠું કરીને સમાજ કલ્યાણ માટે દાન આપે છે. આ સોંગ સાઈબો રે મારો ગોવાળિયો એટલે મહત્વનું છે કે, કીર્તિદાન ગઢવી દ્વારા આ પહેલા ક્યારેય કોઈપણ ગુજરાતી અનપ્લગ સોંગ નથી ગાયું આ તેમનું પ્રથમ સોંગ છે. તેમનો સાથ આ સોંગમાં પ્રિયા સરૈયા એ આપ્યો છે. તેમનો અવાજ એટલે મધુર છે કે તમે સોંગ સાંભળતાં સાંભળતા તેમના અવાજમાં ખોવાઈ જશો. પરંતુ પ્રિયા સરૈયા અને કીર્તિદાન ગઢવી પહેલીવાર સાથે નથી આવ્યા આ પહેલા જો તમે લાડકી ગીત સાંભળ્યું હશે ચોક્કસ સાંભળ્યું હશે એમાં પણ આ બંનેની જોડી હતી.
પ્રથમ ગુજરાતી અનપ્લગ સોંગ
આ અનપ્લગ સોંગ બનવા પાછળની પણ એક સ્ટોરી છે. સ્ટોરી એવી છે કે, સાયબો રે ગોવાળિયો સોંગ તો કીર્તિદાન ગઢવી દ્વારા લગભગ દરેક ડાયરામાં ગાવામાં આવ્યું છે. પરંતુ તેનું ક્યારેય ફિલ્માંકન થયું નથી. આ જોતાજ પ્રિયા સરૈયા દ્વારા કીર્તિદાનભાઈને કહ્યું કે આ તમારું સાઈબો રે ગોવાળીયો ગીતનું ક્યારેય ફિલ્માંકન થયું નથી. અને તેનું રોકર્ડિંગ પણ થયું નથી તો આપણે તેને અનપ્લગ તરીકે બનાવીએ બસ આ આઈડિયા બાદ કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયા કામે લાગી ગયા અને આ ગુજરાતી અનપ્લગ સોંગ તમારી સામે છે.
પ્રિયા સરૈયા એક એવું નામ છે જે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સાથે બોલીવુડમાં પણ એક આગવી ઓળખાણ ધરાવે છે. પ્રિયા સરૈયા પોતે લિરીસીસ, કમ્પોઝર અને સિંગર પણ છે. એટલે કે તેઓ ગીતો લખે છે, તેને કમ્પોઝ કરે છે અને ગાય પણ છે. મતલબ આ ગુજરાતી મલ્ટી ટેલેન્ટેડ છે. તેમણે બોલીવુડના પણ ઘણા ગીતો ગયા છે. હમણાંજ આવેલી બૉલીવુડ મુવી મેડ ઇન ચાઈના માં પણ તેમણે એકદમ જબરદસ્ત અને પ્રેમનો એકરાર કરતું વ્હાલમ ગીત ગાયું છે. આ ગીતમાં લિરિકસ પ્રિયા સરૈયા એ લખ્યા છે તેમજ યુવા દિલોની ધડકન અરિજિત સિંગની સાથે સુર મિલાવીને તેમણે ગાયું છે.
કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાના લાડકી સોંગે પણ જબરદસ્ત રેકોર્ડ તોડ્યા છે અને લોક મુખે વસી ગયું હતું. તેવું જ આ સાયબો સોંગ છે પરંતુ તેના કરતાં થોડું ડિફરન્ટ છે. ગુજરાતીમાં અનપ્લગ સોંગ અને એ પણ કીર્તિદાનભાઈ અને પ્રિયા સરૈયાના અવાજ માં સાંભળવું એ પણ એક લ્હાવો જ છે. તમે જો હજુ સુંધી ના સાંભળ્યું હોય તો સાંભળી લો. આ સાયબો મારો ગોવાળિયો ગીત કમ્પોઝ કર્યું છે રાજભા ગઢવી અને પ્રિયા સરૈયાએ. ગીતના લિરિકસ રાજભા ગઢવી અને પ્રિયા સરૈયા લખ્યા છે. ગીતને ગયું છે કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાએ. ગીતનું ફિલ્માંકન ઋતુલ દ્વારા કરવામાં આવ્યું છે અને ટિપ્સ એન્ટરટેનમેન્ટ દ્વારા તેનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે.