ભાજપ ને મહત્વ મળતાં મંત્રીઓ નારાજ! ફરી સરકાર ડામાડોળ ના સંકેત??

ભાજપ હાલમાં સમગ્ર દેશના લગભગ લગભગ દરેક રાજ્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સત્તા ધરાવે છે. બિહારમાં ગઢબંધન તૂટી ગયું છે અને હવે બીજા રાજ્યોમાં પણ ભાજપ કોઈ ચાન્સ લેવા મંગતું નથી. ભાજપ નો મૂળ મોટો એક જ છે કે ગમે તેમ સત્તાનું અને સરકારનું સ્ટીયરિંગ ભાજપ પાસે જ હોય બસ આવું જ કૈંક મહારાષ્ટ્રમાં પણ છે. મહારાષ્ટ્રમાં ભલે શિંદે પાસે લોકબળ હોય પરંતુ સત્તાનું સ્ટિયરિંગ તો ભાજપના દેવેન્દ્ર ફડણવિસ પાસે જ છે. પરંતુ હવે તેમાં આગ લાગી હોય તેવા સમાચાર સૂત્રો મુજબ મળી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પડ્યા બાદ નવી શિંદે સરકાર રચાયાના લગભગ 55 દિવસ બાદ મંત્રી મંડળની વહેંચણી થઈ પરંતુ તેમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. શિંદે જૂથ દ્વારા લગભગ સમગ્ર શિવસેના પાર કબ્જો કરી લેવામાં આવ્યો છે પરંતુ પોતાના સમર્થક ધારાસભ્યોને મંત્રીમંડળ આપવામાં શિંદે કાચા પડી રહ્યા છે. ઉદ્ધવ સરકાર પાડીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદેએ હમણાંજ વિસ્તારેલા મંત્રી મંડળમાં પોતાના સમર્થક ધારાસભ્યોને કરેલી ખાતાંની વહેંચણી સામે જ પોતાના સમર્થક જૂથના ધારાસભ્યોમાં ભારે અસંતોષની લાગણી છે.

હાલમાં જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તે તમામ ધારાસભ્યો ગત ઉદ્ધવ સરકારમાં પણ મંત્રી તો હતા જ. આ ઉપરાંત તેઓનું માનવું છે કે હાલમાં થયેલી ખાતાની ફાળવણીમાં તેમને અન્યાય થયો છે. ઉદ્ધવ સરકારમાં અત્યારના કરતા વધારે મહત્વ ધરાવતા ખાતાઓ હતા અને સત્તા હતી. આ જોતા તેઓને લાગી રહ્યું છે કે ભાજપ સાથે હાથ મિલાવીને તેઓનું પ્રમોશન થવાને બદલે ડિમોશન થયું છે. એટલું જ નહીં ભાજપ ધારાસભ્યો પાસે શિંદે જૂથ કરતાં વધારે મહત્વના ખાતા અને સત્તા છે તેમને લાગે છે.

શિંદે જૂથના નેતાઓમાં ભાજપને વધારે મહત્વનાં મંત્રાલય અપાયાં તેની સામે પણ આક્રોશ છે. કેટલાક સિનિયર ધારાસભ્યો એ તો જાહેરમાં પોતાને અપાયેલાં મંત્રાલય મુદ્દે શિંદે સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્ધવ સરકાર પાડીને મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મહત્ત્વપૂર્ણ ગૃહ મંત્રાલય ઉપરાંત નાણા અને યોજના, કાયદા-ન્યાય, જળ-સંસાધન, ઊર્જા અને પ્રોટોકોલ વિભાગ પણ આપ્યા છે. તેની સામે શિંદે જૂથના ધારાસભ્યોમાં ઉગ્ર રોષની લાગણી છે.

ભાજપ પર મહેરબાન શિંદેના કારણે શિંદે જૂથના ધારાસભ્યોને લાગે છે કે, સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે જતું રહ્યું છે. અને શિંદે પકતે માત્ર દેખાવના મુખ્યમંત્રી રહી ગયા છે. શિંદેએ પોતે અતી મહત્વના ના કહી શકાય એવા શહેરી વિકાસ વિભાગ સહિત 11 વિભાગો પોતાની પાસે રાખ્યા છે પણ બાકી રહેલાં મહત્વનાં મોટા ભાગનાં મંત્રાલય ભાજપને આપ્યા છે જે બાબતે શિંદે જૂથના ધરાભ્યોમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. જો આ ઉકળતો લાવા શાંત કરવામાં નહીં આવે તો ફરી મહારાષ્ટ્રમાં સત્તા હચમચી જાય તેવી સ્થિતિ પેદા થઈ શકે છે.