તિજોરીમાં આમાંથી કોઇપણ એક વસ્તુ મુકી દો! માં લક્ષ્મીજી ની કૃપાથી ઉભરાઈ જશે તિજોરી!

ધરતી પર દરેક મનુષ્ય સમજશક્તિ આવ્યા બાદ ધનુપાર્જન ના કર્યો જ કરતો હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એ ખૂબ ધન કમાય અને ખૂબ ધન સંચય તેની આવનારી પેઢીઓ માટે સાચવીને રાખે. પરંતુ લક્ષ્મી ચંચળ હોય છે તે આવે એવી જ રીતે જાય પણ છે. દટેક લોકોની જેમ તમે પણ ઇચ્છતા હશો કે લક્ષ્મીજી ઘરે આવે અને ઘરે જ રહી જાય તો કેવું સારું.

કેટલીક વાર અથાક મહેનત કરવા છતાં પણ લક્ષ્મી મળતી નથી અને કેટલાકને વગર મહેનતે અથવા ઓછી મહેનતે લક્ષ્મીજી વરસી પડે છે. તેની પાછળ નસીબ ભાગ્ય અને તેના સિવાય પણ અનેક કારણો જવાબદાર હોય છે. લક્ષ્મીજીનો સ્ત્રોત ટકાવી રાખવા અને એકધારી લક્ષ્મી આવતી રહે એ માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જે નિયમો પાળવાથી લક્ષ્મીજી તમારા ઘરે જ નિવાસ કરશે.

ભારતીય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે તિજોરીમાં આપણે પૈસા રાખીએ છીએ તે તિજોરી ક્યારેય ખાલી ન રાખવી જોઈએ અને ક્યારેય તેને અસ્વચ્છ ના રાખવી જોઈએ. જો તિજોરીમાં કેટલીક ચોક્કસ વસ્તુઓ મુકવામાં આવે તો તમારી સંપત્તિ દિવસે નહીં વધે એટલી રાત્રે વધશે અને રાત્રે નહીં વધે એટલી દિવસે વધશે.

લાલ રંગનું કપડું: વાસ્તુશાસ્ત્ર મુજબ લાલ રંગનું કપડું એ પવિત્ર માનવામાં આવે છે અને લાલ રંગ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. તેથી પૈસા મુકવાની તિજોરીમાં લાલ રંગનું કપડું મૂકવું એ ખૂબ જ શુભ મવામાં આવે છે. તેમજ માતા લક્ષ્મીજીને આકર્ષવા માટે લાલ કપડામાં 11, 21 કે 51 રૂપિયા બાંધીને કોઈપણ પૂર્ણિમા અથવા સૌથી પવિત્ર ગણવામાં આવતો તહેવાર ધનતેરસ કે દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ પૈસા રાળહવાની તિજોરીમાં કોઈને કહ્યા વગર મુકવામાં આવે તો ધનની વૃદ્ધિ થાય છે.

શ્રી યંત્ર: શ્રી યંત્ર એ દુનિયામાં સૌથી પાવરફુલ યંત્ર ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે હરિ યંત્રને ઘરે લાવીને તેની રોજ પૂજા કરવા માત્રથી ઘરમાં ધનની કંઈ દૂર થઈ જાય છે. શ્રી યંત્રને લાલ કપડું પાથરેલા આસન પર મૂકીને તેની પર કોરું કંકુ ચડાવીને પૂજા સ્થાને મુકવાથી ધનની વૃદ્ધિ થાય છે. તેમજ શ્રી યંત્રને લાલ કપડામાં મૂકી કોરું કંકુ ચડાઈને તિજોરીમાં મુકવામાં આવે તો ધનની કમી દૂર થાય છે.

પીળી હળદરની ગાંઠ: વાસ્તુશાસ્ત્ર મુજબ હળદર પણ ખૂબ જમહ્ત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે પીળી હળદરની એક ગાંઠ તમારી આર્થિક તંગી દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનો ઉપયોગ અનેક ધાર્મિક અને કેટલીક તાંત્રિક પૂજાઓ માં પણ થાય છે. તમારે પણ ઘરમાં ધનની તંગી દૂર કરવી હોય તો શુક્રવારે હળદરનો એક ગાંઠિયો લાલ કપડામાં બાંધીને તિજોરી જ્યાં પૈસા મુકતા હોય એ સ્થાને મૂકી દેવાનું. અને હા તે સ્થાન હંમેશા સ્વચ્છ રાખવું. તેનાથી માં લક્ષ્મીની કૃપા બની રહેશે.

શંખ અને કોડી: માતા લક્ષ્મીને કોડી પ્રિય છે તેમજ ભગવાન વિષ્ણુને શંખ. જો શંખ અથવા કોડિ કોઈપણ પૂર્ણિમાના દિવસે અથવા શુક્રવારે શુભ સમય ચોઘડિયું જોઈને પૈસા મુકવાની તિજોરીમાં મુકવામાં આવે તો પણ ચોક્કસ પ્રકારે ધનાગમન થાય છે. ધનની તંગી દૂર થાય છે.

અરીસો: વાસ્તુશાસ્ત્ર મુજબ અરીસો એ ખૂબ જ મહત્વ ધરાવે છે. અરીસા કરતાં તેને જે રીતે મુકવામાં આવે છે ને એ વધારે મહત્વનું છે. પૈસા મુકવાની તિજોરીમાં અરીસા સામે પૈસા સોનાના દાગીના મુકવા અને એ ધ્યાન રાખવું કે જે મૂક્યું છે એનું પ્રતિબિંબ અરીસામાં દેખાય. કહેવાય છે કે અરીસામાં જે દેખાય એ ડબલ થઈ જાય છે માટે પૈસા મુકવાની તિજોરીમાં અરીસો રાખવો જોઈએ.