સો જેટલા અધિકારીઓને નાણામંત્રાલય માં કેમ કેદ કરવામાં આવે છે! જાણો!

નાણામંત્રાલય
ફોટો સોશિયલમીડિયા

આ સાથેજ મોદી સરકારનું બજેટ હમણાજ બહાર પાડવામાં આવ્યું હતું. ચારે બાજુ બજેટની વાતો હતી કોને શું મળ્યું અને કોને શું ગુમાવ્યું. નાણામંત્રાલય માં પણ બજેટનો ધમધમાટ હતો. આ વખતે મોદી સરકાર પાસે જનતાને ટેક્ષ સ્લેબ ઓછો કરવાની અને ટેક્ષમાં ઘટાડો થાય તેવી આશાઓ પણ જનતા રાખી રહી હતી. પરંતુ એક વાત કોઈ પણ વ્યક્તિ દ્વારા નોંધ લેવામાં ણા આવી એ છે બજેટ બહાર પડે તે પહેલા નાણામંત્રાલય માં કામ કરતા લોકોનું શું થાય છે? હા આ જાણવા જેવું છે.

ફોટો સોશિયલમીડિયા

નાણામંત્રલાયમાં લગભગ ૧૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. અને આ ૧૦૦ જેટલા અધિકારીઓ કર્મચારીઓને ૧૫ દિવસ માટે કેદ કરવામાં આવે છે. એટલે કે તેમને ૧૫ દિવસ સુંધી તેમના ઘરે જવા દેવા આવતાનથી. તેમને નાણામંત્રાલયમાં જ રાતવાસો કરવો પડે છે! હા તમે વાંચો છો એ સત્ય છે! કારણ એ છે કે બજેટ લીક ના થાય અને આ પહેલા નાણા મંત્રાલયમાં હલવા સેરેમની પણ ઉજવાય છે. હલવા સેરેમનીમાં પરંપરા પ્રમાણે ખુદ નાણાંમંત્રી હાજર રહે છે.

નાણામંત્રાલય
ફોટો સોશિયલમીડિયા

હલવા સેરેમની પત્યા બાદ ૧૦૦ જેટલા અધિકારીઓ કર્મચારીઓ નાણામંત્રાલય માં કેદ થઇ જાય છે અને તેઓ ૧૫ દિવસ પછી તેઓના ઘરે પાછા જઈ શકે છે. ત્યાં સુંધી તેઓ નાણામંત્રાલય ના મેહમાન હોય છે! અને આ દરેક અધિકારીઓ કર્મચારીઓએ નાણામંત્રી સાથે મળીને હલવો ખાઈને બજેટ છાપવાનું ચાલુ કરે છે. એક વાર બજેટ છાપવાનું કામ ચાલુ થાય એટલે નાણા મંત્રાલય જેલ જેવું બની જાય છે કોઈ બહાર જઈ શકતું નથી કે અંદર કોઈ આવી શકતું નથી.

નાણામંત્રાલય
ફોટો સોશિયલમીડિયા

આ અધિકારીઓ બજેટ બનાવવામાં દિવસ રાત લગાવી દે છે. બજેટ જ્યાં સુંધી રજુ ના થઇ જાય ત્યાં સુંધી એટલે કે લગભગ એક અઠવાડીયા સુધી આ લોકોને 24 કલાક નોર્થ બ્લોકમાં જ રહેવુ પડે છે. એક વાર હલવા સેરેમની પતે અને કેદ થયે પછી નાણામંત્રી લોકસભામાં બજેટ પેશ કર્યા પછી જ તેમને નોર્થ બ્લોક માંથી બહાર નીકળવાની પરમિશન મળે છે. ત્યાં સુંધી તેમને નોર્થ બ્લોકની બહાર જવાની પરમીશન મળતી નથી. બજેટ એ એકદમ ગુપ્ત અને મહત્વનો દસ્તાવેજ હોય છે જેના પર આખો દેશ ટકેલો હોય છે અને ખુબજ ગુપ્તતા પૂર્વક તે બનવવામાં આવે છે અને તેટલીજ ગુપ્તતાથી તેની છાપણી થાય છે.