વિશ્વમાં કોરેના મહામારી એ વિનાશ નોત્ર્યો છે, ત્યારે અમેરિકામાં ધીમે ધીમે હાલત વધારે ગંભીર બની રહ્યા છે. ઈટલી, સ્પેન અને ચીનને પાછળ પાડીને અમેરિકામાં સૌથી વધારે કોરોના વાયરસથી પીડિતોનો સંખ્યા થઈ ગઈ છે. તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફાંકા ફોજદારી માંથી ઊંચા આવતા નથી. જગત જમાદાર હોય એમ તે અમેરિકાની ચિંતા કરવાની બદલે બાકીના દેશોની ચિંતા કરી રહ્યા છે. અને કોરોના ચેપગ્રસ્ત દેશોને નાણાકીય સહાય કરવાની લ્હાણી કરી રહ્યા છે જ્યારે તેમના દેશમાં હાલમાં સૌથી વધારે કેસો છે અને અમેરિકાએ 5 લાખ કોરોના ગ્રસ્ત પીડિતોનો આંકડો પણ વટાવી દીધો છે.
યુ.એસ.માં કોરોના મહામારી ના કેસો છેલ્લા અઠવાડિયામાં સખત ઝડપે વધી રહ્યા છે અને એક લાખ કરતા વધીને દોઢ લાખ સુંધી પહોંચવાની કગાર પર આવી ગયા છે. વિશ્વની મહાસત્તા ગણવામાં આવતી અમેરિકામાં હાલ મોતનું તાંડવ ચાલી રહ્યું છે. અમેરિકામાં 3જી એપ્રિલ બાદ 10 એપ્રિલનો શુક્રવાર ગોઝારો સાબિત થયો છે. શુક્રવારે અમેરિકામાં 33752 જેટલા નવા કેસ નોંધાયા અને 2035 જેટલા લોકોના મોત એક દિવસમાં નોંધવામાં આવ્યા જે અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધારે છે. વિશ્વમાં કોવિડ -19 ના દર્દીઓની સંખ્યામાં અમેરિકા પોઝિટિવ કેસ 533,115 અને 20,580 લોકોના મોતના આંકડા સાથે ટોપ પર છે. જે વિશ્વમાં સૌથી વધારે છે.
કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવ્યો છે. ત્યારે જ યુ.એસ.માં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 533,115 થઈ ગઈ છે, જે કોઈપણ દેશ માટે સૌથી વધુ છે. અમેરિકાએ કોરોનાવાયરસ સંક્રમિત લોકોની સંખ્યામાં સ્પેન (166,019), ઇટલી (152,271), ફ્રાન્સ (129,654), જર્મની (125,452) અને ચીન (82,052) ને પાછળ રાખી દીધું છે. એમરીકા બાદ સૌથી વધારે કેસ સ્પેન, ઈટલી, ફ્રાન્સ, જર્મની અને પછી ચીનમાં છે. ચીનમાં ધીમે ધીમે વાયરસ સંક્રમણ ઘટતું જઈ રહ્યું છે અને ચીનની ગાડી પાટા પર આવી રહી છે પરંતુ વિશ્વના દેશો હજુ સંઘર્ષ કરી રહ્યા છે.
કોરોના વાયરસ પર આંકડાકીય માહિતી પ્રદાન કરનાર વેબસાઈટ વલ્ડોમીટર પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકામાં મોતનું તાંડવ થયું છે. આ આંકડા અનુસાર, 11મી એપ્રિલના રોજ 30003 નવા પોઝિટિવ કેસ અને 1830 લોકોની મોત, 10મી એપ્રિલના રોજ 33752 નવા પોઝિટિવ કેસ અને 2035 લોકોની મોત, 9મી એપ્રિલના રોજ 33606 નવા પોઝિટિવ કેસ અને 1901 લોકોની મોત, 8મી એપ્રિલના રોજ 31997 નવા પોઝિટિવ કેસ અને 1943 લોકોની મોત, 7મી એપ્રિલના રોજ 33502 જેટલા નવા કેસ અને 1973 લોકોના મોત આમ દિવસેને દિવસે અમેરિકામાં આંકડાઓ વધતા જઈ રહયા છે. અમેરિકામાં આ વાયરસે ફફડાટ મચાવી દીધો છે.
અત્યાર સુંધી અમેરિકામાં આ કોરોના મહામારી થી 20,580 લોકોનું અવસાન થયું છે. તો આ વાયરસથી રિકવર થનાર લોકોની સંખ્યા 30,502 જેટલી છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અને ચેપગ્રસ્ત કેસોમાં આવનારા દિવસોમાં સખત વધારો થવાની સંભાવનાઓ છે. અમેરિકામાં સૌથી વધારે કેસો ન્યુ યોર્કમાં છે. જેમાં પોઝિટિવ કેસ 181,144 છે જેમાં હાલમાં એક્ટિવ કેસ 155,840 જેટલા છે. તો અમેરિકામાં ન્યુયોર્કમાં જ સૌથી વધારે મોત આ વાયરસન કારણે થયા છે જેનો આંકડો 8,627 જેટલો છે. ન્યુયોર્ક અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણનું એપિસેન્ટર બની ગયું છે. અમેરિકામાં રોજે રોજ વધતા જતા કેસો પરથી દેખાઈ રહ્યું છે કે અમેરિકામાં પણ ઈટલી અને સ્પેન જેવું મોતનું તાંડવ થઈ શકે છે.
ત્યારે આ મોતના તાંડવને જોઈ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રેલા આવી ગયા છે ક્યારેક તેઓ આ જવાબદારીથી છૂટવા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જવાબદાર ઠેરવે છે તો ક્યારેક 1-2 લાખ મોત થશે તેવા બેજવાબદર નિવેદનો આપી રહ્યા છે. તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ લોકો આ મહામારીનો સામનો કરી રહ્યા છે. હાલમાં અમેરિકન સરકાર દ્વારા અમેરિકાના તમામ નાગરિકોને જણાવ્યું છે કે, દરેક વ્યક્તિ ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક લગાવીને જ નીકળે અને જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવાની સલાહ આપી છે. આ સાથે અમેરિકામાં અમુક રિસ્ટ્રીકશન પણ જાહેર કરવામાં આવ્યા છે. follow our facebook page for more news
- આ પણ વાંચો
- સાજા થયેલા 51 કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ! વિશ્વનું ધ્યાન ખેંચ્યું! મોટો ખુલાસો! જાણો!
- ટ્રમ્પની ધમકી: હાર્દિક પટેલ ના નિશાને પીએમ મોદી અને સીએમ રૂપાણી! જાણો
- કોરોના મહામારી: અહિં ઘરે બેઠા મળશે દારૂની ડિલિવરી, સરકારનો મોટો નિર્ણય!
- કોરોના વાયરસ સામે લડવા અમદાવાદીઓની અનોખી પહેલ! જાણો
- કોરોના વાયરસ ચેપના લીધે આ દેશમાં થયું પોર્ન-સેક્સ મફત! જાણો!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો