તારક મહેતા નો સ્ટાર મુશ્કિલથી 4000₹ કમાતો હતો અને આજે છે કરોડોનો મલિક! જાણો

Tarak Mehta Ka Oolta Chashmah. ટીવીનો સૌથી લોકપ્રિય શો છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ સિરિયલના તમામ કલાકારોએ તેમના શાનદાર અભિનયને કારણે દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. આ પાત્રોમાંથી એક પાત્ર બાઘા છે જે જેઠાલાલની દુકાન ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ નું સંચાલન કરે છે. આ સિરિયલમાં તન્મય વેકરીયા બાઘાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે શરૂઆતમાં શોમાં બાઘાની એન્ટ્રી બીજા પાત્રની હતી, પરંતુ બાદમાં તેને બાઘાની ભૂમિકા આપવામાં આવી હતી. આજે, તેમને તેમના ઉભા રહેવાથી લઈને ચાલવા સુંધીની શૈલીના કારણે ઘરે ઘરે જાણીતા બન્યા છે. ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી વિશેષ વાતો..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં બાઘાના બદલે બીજી ભૂમિકા માટે એન્ટ્રી કરવામાં આવી હતી. તન્મય જે પોતાની મનોરંજક ભરેલી વાતોથી પ્રેક્ષકોને હસાવે છે તે આપણાં ગુજરાતનો છે. શરૂઆતમાં તન્મયને આ સિરીયલમાં નાના પાત્રની ભૂમિકા મળી હતી. જો કે આજે તન્મય ને બાઘાના રૂપમાં ઘરે ઘરે લોકો ઓળખે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક માં આવ્યા પહેલા તન્મય ઉર્ફ બાઘા બેંકમાં કામ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા ના બાઘા ઉર્ફ તન્મય સીરીયલ પર આવતા પહેલા કોટક મહિન્દ્રા બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. જોકે ત્યાં તેમનો પગાર માત્ર 4 હજાર રૂપિયા હતો. આટલા ઓછા પગારને કારણે તેઓ અભિનય તરફ વળ્યાં હતા. જો કે, હવે તેઓ તારક મહેતા માટે એપિસોડ દીઠ 22 થી 24 હજારની ફી મળેછે.

જણાવીદઈએ કે, તન્મયનો અભિનય સાથે જૂનો સંબંધ છે. તન્મયના પિતા અરવિંદ વેકરીયા જાણીતા ગુજરાતી અભિનેતા હતા. તે થિયેટરમાં પણ સક્રિય રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પણ તેણે ઘણી નાની નાની ભૂમિકાઓ ભજવી છે. તન્મય પોતાને તેમના દ્વારા પ્રેરિત તરીકે વર્ણવે છે. તેથી તે હંમેશાં અભિનયમાં રસ લેતા હતા. તન્મયે અગાઉ ગુજરાતી કોમેડી નાટક ઘર ઘર ની વાતામાં કામ કર્યું છે. આ સિવાય તેણે ‘ઢૂંઢતે રહ જાઓગે’ માં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં તન્મય માત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જ સંકળાયેલ છે.

જણાવીદઈએ કે બાધા ઉર્ફ તન્મય શાદીસુદા છે. સિરિયલમાં સિંગલ બાઘા વાસ્તવિક જીવનમાં બે બાળકોનો પિતા છે. તન્મય તેની પત્નીની સાથે ઇન્સ્ટાગ્રામ પર દર થોડા દિવસોમાં ફોટા અને વીડિયો પણ પોસ્ટ કરે છે. જ્યારે પણ શૂટિંગ પછી સમય મળે ત્યારે તે તેમના પરિવાર સાથે સમય ગાળવાનું પસંદ કરે છે.