આમ આદમી પાર્ટી ની જાહેરાત બાદ ગુજરાતમાં હડકંપ! ભાજપ કોંગ્રેસમાં સન્નાટો!

આમ આદમી પાર્ટી, આપ, આપ ગુજરાત, aam aadmi party, aap, aap gujarat,
ફોટો સોશિયલમીડિયા

આઠ ધારાસભ્યોના રાજીનામાં બાદ ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ પોતાને મજબૂત કરવા માટે કામે લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના સંગઠનને નવેસરથી વિકસાવી રહી છે. પહેલા જે આમ આદમી પાર્ટીમાં હતા તે હવે ક્યાંકને કયાંક કોઈ પાર્ટીમાં જોડાજ ગયા છે અથવાતો ઇનએક્ટિવ થઈ ગયા છે. ત્યારે આપ દ્વારા સંગઠનમાં પ્રાણ પૂર્વ માટે ગોપાલ ઇટાલીયાને પાર્ટીમાં સમાવીને આગામી વ્યૂહરચના અને સંગઠનની જવાબદારી સોંપાઈ છે.

આમ આદમી પાર્ટી, આપ, આપ ગુજરાત, aam aadmi party, aap, aap gujarat,
ફોટો સોશિયલમીડિયા

હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાના લોકલ મુદ્દાઓ પર કામ કરી રહી છે તેમજ ગુજરાતમાં આવનારી પેટા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે જો કે આ જાહેરાત બાદ ગુજરાતમાં રાજકીય ગરમાગરમી વધી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા પેટા ચૂંટણી લડવાની જાહેરાતે ગુજરાતમાં હડકંપ મચાવી દીધો છે. કારણ કે વર્ષ 2014 બાદ આ પહેલી ચૂંટણી હશે જેમાં આમ આદમી પાર્ટી ફરીથી સક્રિય થઈ રહી છે. ગઈ કાલે મોરબી જિલ્લામાં યોજાયેલી બેઠકમાં પેટા ચૂંટણી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી, આપ, આપ ગુજરાત, aam aadmi party, aap, aap gujarat,
ફોટો સોશિયલમીડિયા

આગામી પેટા ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠન માળખાની સમીક્ષા કરવામાં આવી. તેમજ મોરબી જિલ્લામાં પ્રભારી ભરત બારોટ તથા મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ તથા શહેર મહામંત્રી પરેશ પરિયાની આગેવાનીમાં મોરબીમાં સંગઠનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તેમજ પેટા ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં સંગઠન મજબૂત કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં લગભગ તમામ તાલુકામાં જવાબદાર પદાધિકારીઓની નિમણુક પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ પેટા ચૂંટણીના ઉમેદવાર વિશે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

આ પહેલા ધારી બેઠક માટે પણ બેઠક યોજાઇ હતી. અમેરલીમાં યોજાયેલી બેઠકમાં ધ્વનિ મત દ્વાર આગામી પેટા ચૂંટણી લડવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બહુમતીથી નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી સમયમાં ધારી બગસરાની બેઠક પર આપ પોતાનો શિક્ષિત અને સક્ષમ ઉમેદવાર ઉતરશે. આપ માત્ર ધારી કે મોરબી જ નહીં પરંતુ સમગ્ર આઠે આઠ પેટા ચૂંટણીમાં પિતાનું નસીબ આજમાવશે તેવી જાહેરાત કરી હતી. અને આ બાબતે સમગ્ર ગુજરાત એકાઈ કામે લાગી ગઈ છે.

આમ આદમી પાર્ટી, આપ, આપ ગુજરાત, aam aadmi party, aap, aap gujarat,
ફોટો સોશિયલમીડિયા

આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આપ સમગ્ર ગુજરાતમાં દરેક નાનામોટા ઇલેક્શન લડશે ત્યારે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીને લડવા માટેના સૂચનો, મુદ્દાઓ, સમસ્યાઓ અને જનતાની સલાહ લેવા માટે એક વોટ્સેપ હેલ્પ લાઈન નંબર 9016892211 પણ જાહેર કરાયો છે. જેના દ્વારા ગુજરાતમાં જનતાના મુદ્દાઓ, સમસ્યાઓ, સરકારી કનડગત વગેરે જનતા પાસેથી મેળવીને આગામી કાર્યક્રમો માટે નિર્ણયો લેવામાં આવશે.

અમારા ફેસબુક પેજ Moje Dariya ને લાઈક કરો.