Yes Bank ના ધોવાણ બાદ મોદી સરકાર ને વધુ એક મોટો ઝટકો!

ભાજપ, પેટા ચૂંટણી, રાજ્યસભા. મોદી સરકાર, યસ બેંક, yes bank
ફોટો સોશિયલમીડિયા

Yes bank ના ધોવાણ બાદ લાખો કરોડો લોકોના પૈસા બેંકમાં ફસાઈ ગયા છે. રિઝર્વ બેન્ક દ્વારા મહિનાના માત્ર 50 હજાર રૂપિયા કાઢવાની લિમિટ બાંધી દિઘી છે ત્યારે ખાતા ધારકો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક લોકોને પોતાનું પ્રાઇમરી એકાઉન્ટ આ બેંકમાં હતું તેઓના તમામ નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા હતાં. ખાતા ધારકોએ સપને પણ નહિ વિચાર્યું હશે કે લાખો રૂપિયા હોવા છતાં તમામ પૈસા લોક થઈ જશે અને માત્ર 50 હજાર રૂપિયા જ દર મહીને મળી શકશે! અને હજુ આટલું ઓછું હોય ત્યાં સરકાર સામે અન્ય એક જોખમ આવીને ઉભું થઈ ગયું છે. Yes bank નું ધોવાણ મોદી સરકાર માટે મોટા ઝટકા સમાન છે.

મોદી સરકાર, યસ બેંક, yes bank
ફોટો સોશિયલમીડિયા

ભારતમાં સતત મંદીમાં વધારો થઈ રહ્યો છે, રોજગાર ઘટી રહ્યા છે. વિકાસદરમાં ઘટાડો થઇ રહ્યો છે. ભારતની સ્થિતિ જોતાં વિશ્વની ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ફરી એક વખત ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. અને મોદી સરકાર ને ફટકો આપ્યો છે. મૂડીઝ દ્વારા વર્ષ 2020માં ભારતનો વિકાસ દર 5.4 ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. જે મોદી સરકાર ને એક ઝટકા સમાન છે. આ પહેલા પણ મૂડીઝ દ્વારા ભારતનો વિકાસ દર ઓછો રહેવાનું અનુમાન કર્યું હતું અને છેલ્લા એક મહિનામાં આ બીજી વખત ભારતનો અનુમાનિત વિકાસ દર ઘટાડી નાંખ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂડીઝે વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર અને ભારતમાં આર્થિક મંદીનઆ કારણે ભારતનો વિકાસ દર ધીમો રહેવાનું અનુમાન લગાવ્યું છે. એટલુંજ નહીં એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ કોરોના વાયરસના કહેરને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને 28.7 કરોડ ડોલર રૂપિયાના નુકશાનની આશંકા જાહેર કરી છે. જે ભારત માટે એક ફટકા સમાન છે. જો કે ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ સામે અસરકારક પગલાં ભરવામાં આવી રહયા છે અને આ ખતરાને કન્ટ્રોલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વાયરસના કારણે ભારત અને ચીન વ્યાપાર સદંતર બંધ થઈ ગયો છે.  follow our facebook page for more news

મોદી સરકાર, Coronavirus outbreak,Medical research,Microbiology,Asia Pacific,China,Biology,Infectious diseases,Science,World news,કોરોના વાયરસ,
Photo: Social media

ભારતીય અર્થવ્યવસ્થા એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જેમાં ભંગાણ પડે એટલે વિશ્વના કેટલાય દેશો પ્રભાવીત થાય એ સ્વાભાવિક છે. તો બીજી તરફ મૂડીઝ દ્વારા ચીન માટે પણ ખરાબ સમાવહાર આપવામાં આવ્યા છે. મૂડીઝે વર્ષ 2020 માટે ચીનની અર્થવ્યવસ્થાનો રેટ 5.2 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી નાખ્યો છે. કોરોના વાયરસના કારણે ચીન સંપૂર્ણ પણે ઠપ થઈ ગયું છે. તમામ ઉદ્યોગ ધંધાને માઠી અસર પડી છે. ચાઈના દ્વારા ફેલાયેલા આ વાઇરસે સૌથી વધારે ભોગ ચીની નાગરિકોનો લીધો છે.

મૂડીઝ દ્વારા ના માત્ર ભારત અને ચાઈનાને ફટકો આપવામાં આવ્યો છે પરંતુ વિશ્વની મહાસત્તા અમેરિકાને પણ મોટો ઝાટકો આપવામાં આવ્યો છે. મૂડીઝ દ્વારા અમેરિકાનો જીડીપી 1.7 ટકાથી ઘટાડીને 1.5 કરી દીધો છે. કોરોના વાયરસના કારણે અમેરિકા પણ મંદીમાં સપડાયું છે અને ભારત ચાઈના સાથે અમેરિકાનો પણ વિકાસ દર ઘટાડવામાં આવ્યો છે. WHO દ્વારા કોરોના વાયરસને આરોગ્ય કટોકટી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે આ વાયરસ ના માત્ર નાગરિકોના સ્વાસ્થ્યને નુકશાન કરે છે પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ નુકશાન કરે છે. દરેક દેશ આ વાયરસને કન્ટ્રોલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.