ચીનના વુહાં પ્રાંતમાંથી નીકળેલા કોરોના વાયરસે વિશ્વમાં તબાહી મચાવી દીધી છે. આખાય વિશ્વના દેશો આ વાયરસથી પ્રભાવિત થઈ ગયા છે. દરેક દેશોમાં આ વાયરસનું સંક્રમણ છે. હજારોની સંખ્યામાં લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે અને લાખો લોકો આ વાયરસના સંક્રમણના શિકાર થયા છે. વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના 1,603,750 પોઝિટિવ કેસો છે જ્યારે 95,725 જેટલા લોકો સમગ્ર વિશ્વમાંથી મૃત્યુ પામ્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં પરિસ્થિતિ અતિ ગંભીર છે જેમાં અમેરિકા, ઈટલી, સ્પેન અને ફ્રાન્સમાં માનવીય મોતનો આંકડો 10,000 ને પાર થઈ ગયો છે. અને આ તમામ મોતનું જવાબદાર ચીન છે. આખાય વિશ્વનો રોષ ચીન પર છે. પરંતુ હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે મજબુત લડત લડી રહ્યા છે.
આખાય વિશ્વમાં હાલમાં કરોના સંક્રમણની કોઈ દવા શોધાઈ નથી. સમગ્ર વિશ્વ પોતાની રીતે આ વાયરસ સામે લડત લડી રહ્યા છે. અને લોકોને આ વાયરસ અંગે જાગૃત કરી રહ્યા છે.કેટલાક દેશોમાં મોટા મોટા આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે તો કેટલાક દેશો દ્વાર જાહેર માર્ગો લર સેનેટાઇઝેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. અમેરિકા, ઈટલી, સ્પેન જેવા દેશોમાં તો હાલત સૌથી વધારે ગંભીર બનતી જઇ રહી છે. ભારત પાસેથી વિશ્વના દેશો હાઇડ્રોક્સીક્લોરોકવીન માંગી રહ્યા છે જોકે આ દવા કોરોના સંક્રમણ મટાડે છે તે પૂરવાર થયું નથી પરંતુ સંક્રમણમાં આ દવા રાહત આપતી સાબિત થઈ રહી છે. હાલમાં કોરોના વાયરસના સંક્રમણ સામે એક જ ઉપાય છે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટનસિંગ.
આ ઉપરાંત આ વાયરસને અટકાવવા માટે જરૂરી છે ટેસ્ટ, ટેસ્ટ અને ટેસ્ટ વારંવાર ટેસ્ટ. આવુજ કઈંક દક્ષિણ કોરીયામાં થયું. દક્ષિણ કોરિયામાં હાલમાં વાતાવરણ ગંભીર છે ચારે બાજુ અફરાતફરીનો માહોલ છે તેવું કહેવાય તો અતિશયોક્તિ નથી. દક્ષિણ કોરિયામાં એક ગંભીર મામલો સને આવ્યો છે. દક્ષિણ કોરોયના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાથી ઠીક થયેલા લોકોમાં પણ ફરીથી આ વાયરસ ફરીથી રીએક્ટિવ થઈ શકે છે. દક્ષિણ કોરિયાના આ દાવા બાદ સમગ્ર વિશ્વમાં હડકંપ મચી જવા પામ્યો છે. દક્ષિણ કોરિયાની આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
દક્ષિણ કોરિયાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, 51 જેટલા કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનેલા દર્દીઓ સજા થઈ ગયા બાદ તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલું જ નહીં તેમણે આગળ જણાવ્યું હતું કે કેટલીક વાર સારવાર હેઠળના દર્દીઓમાં પણ આ જોવા મળ્યું છે કે એક દિવસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો અન્ય દિવસે નેગેટિવ તો પછીના દિવસે પોઝિટિવ એવું પણ અનેક વાર બન્યું છે. દક્ષિણ કોરિયાના આ ચોંકાવનારા ખુલાસા બાદ વિશ્વના દેશો ચિંતાગ્રસ્ત બની ગયા છે. તેમજ ટેસ્ટ કરવા પર વધારે ભાર મુક્યો છે. દક્ષિણ કોરરિયામાં કોરોના ના 10,450 જેટલા કેસ છે અને 208 જેટલી મોટ થઈ ચૂકી છે રિકવર ઠાનારની સંખ્યા 7117 છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ઝડપી સંક્રમણના પ્રકોપ ને જોતા ભારતે પણ પોતાની ટેસ્ટની ક્ષમતા વધારી દીધી છે. ભારતે હાલમાં જ ટેસ્ટ કરવાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે. ભારતે 16,002 જેટલા લોકોનો ટેસ્ટ એક દિવસમાં કરીને પોતાનો આજ સુંધીનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે આ સાથે ભારતે પણ ટેસ્ટ કરવાની પિતાની સ્પીડ વધારી દીધી છે. આ જોતા સમગ્ર દેશ દ્વારા ટેસ્ટ કરવાની સ્પીડ વધારવામાં આવી છે. જેથી કરીને અન્ય લોકોમાં આ સંક્રમણ ટ્રાન્સફર થાય તે પહેલા સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢીને તેને આઇસોલેટ કરી શકાય. તેમજ સંક્રમિત વ્યક્તિના ત્રણ ચાર વાર ટેસ્ટ કરવામાં આવે અને સંપૂર્ણ ફિટ જણાય ત્યાર બાદ જ તેને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવે પરંતુ ઘરે સેલ્ફ આઇસોલેશનમાં રહે તે પણ જણાવવામાં આવી રહ્યું છે. follow our facebook page for more news
- આ પણ વાંચો
- ટ્રમ્પની ધમકી: હાર્દિક પટેલ ના નિશાને પીએમ મોદી અને સીએમ રૂપાણી! જાણો
- કોરોના મહામારી: અહિં ઘરે બેઠા મળશે દારૂની ડિલિવરી, સરકારનો મોટો નિર્ણય!
- કોરોના વાયરસ સામે લડવા અમદાવાદીઓની અનોખી પહેલ! જાણો
- કોરોના વાયરસ ચેપના લીધે આ દેશમાં થયું પોર્ન-સેક્સ મફત! જાણો!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો