પાકિસ્તાનમાં ફેસબુક, ટ્વિટર અને ગૂગલ બંધ થઇ જશે કે કેમ? આવો પ્રશ્ર્ન એટલે ઉદભવ્યો છે કે કારણકે પાકિસ્તાનમાં સરકારે એક નવી ઈન્ટરનેટ પોલિસી બનાવી છે. જે પોલિસી આ સોશ્યિલ મીડિયા કંપનીને માન્ય નથી તેવું લાગી રહ્યું છે. જો આ ત્રણેય કંપનીને પોતાનું કામ પાકિસ્તાનમાં બંધ કરી દીધું તો ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે તો વિચારવું જ રહ્યું કારણ કે પાકિસ્તાન માં લગભગ 7 કરોડ જેટલા ઈન્ટરનેટ અને એમાંય સોશ્યિલ મીડિયા યુઝર છે.
સોશ્યિલ મીડિયા અને ઈન્ટરનેટ જગત માં નંબર વન દિગ્ગજ ગણાતા ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પાકિસ્તાનમાં નવી ડિજિટલ સેંશરશિપ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કંપનીઓના સમૂહ નું કેહવું છે કે આ કાયદા ના કારણે સર્વિસ પુરી પાડવી મુશ્કેલ છે. આ બાબતે એશિયા ના ઈન્ટરનેટ કંપની ઓના ગ્રુપે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ને એક ચિઠ્ઠી લખી હોવાના પણ સમાચાર છે. આ નવા કાયદા હેઠળ ફેસબુક, ગુગલ અને ટ્વિટર દ્વારા પાકિસ્તાન દ્વારા લાગુ કરાયેલા કડક સેન્સરશીપ નિયમો અંગે બળવો કર્યો છે અને દેશને સંપૂર્ણ રીતે છોડી દેવાની ધમકી આપી રહ્યા છે.
પાકિસ્તાનનો ડિજિટલ સેંશરશિપ કાયદો છે શું?
પાકિસ્તાન સરકારે બનાવેલા નિયમોમાં સ્થાનિક અધિકારીઓને સત્તા આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 24 કલાકની અંદર શંકાસ્પદ ગણાતી કોઈપણ સામગ્રીને દૂર કરવાની માંગ કરશે. પાકિસ્તાને આ સેવાઓ પર નજર રાખવા માટે “રાષ્ટ્રીય સંયોજક” કાર્યાલય બનાવવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “આતંકવાદ, ઉગ્રવાદ, નફરતની વાણી, બદનામી, બનાવટી સમાચારો, હિંસા માટે ઉશ્કેરણી અને રાષ્ટ્રીય સુરક્ષા” નો જીવંત પ્રવાહ અટકાવવા માટે ના મુદ્ધા આવરી લેવામાં આવ્યા છે.
સાથે જ નવા નિયમો અમલમાં આવ્યાના ત્રણ મહિનામાં, ફેસબુક અને ટ્વિટર જેવી કંપનીઓએ પણ દેશમાં કાયમી કચેરીઓ ખોલવી પડશે. પાકિસ્તાનમાં ડેટા સ્ટોર કરવા માટે એક અથવા વધુ સ્થાનિક સર્વરો સ્થાપિત કરવા પડશે. અને ઓનલાઈન આવતા સમાચારમાં કે સામગ્રી માં નકલી સમાચારો કે માનહાનિ ફેલાવવામાં , ધાર્મિક, સાંસ્કૃતિક, વંશીય અથવા રાષ્ટ્રીય સુરક્ષાની સંવેદનશીલતાનું ઉલ્લંઘન કરતા, કન્ટેન્ટ ને હટાવવા, દૂર કરવા અને રિપોર્ટ કરવા પણ સહમત થવાનું પણ આ નિયમ માં લખેલું છે.
સૂચિત નિયમો સરકારને સોશિયલ નેટવર્કને અવરોધિત કરવાનો પણ અધિકાર આપે છે. જો તેઓ કાયદાનું ઉલ્લંઘન કરે તો. સાથે જ પાંચસો મિલિયન રૂપિયા સુધીની દંડનો ઉલ્લેખ પણ આ નિયમ માં છે. જેના કારણે એકસાથે છોડી દેવાની ધમકી આપીને, કંપનીઓ સૂચિત નિયમો પર ફરીથી વિચાર કરવા અથવા દેશના નાગરિકો અને વેપારીઓના વિરોધનો સામનો કરવા માટે પાકિસ્તાનની સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. જો આ કંપની ઓ પાકિસ્તાન માંથી જતી રહે તો ત્યાં ના લોકો ને ઘણી સર્વિસ નો લાભ મળતો બંધ થઇ શકે છે.