સમગ્ર વિશ્વને કોરોના એ બાનમાં લીધું છે ત્યારે વિશ્વમાં ચારે બાજુ અફરાતફરી અને મોતોનું તાંડવ છે. વિશ્વમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે. સાથે સાથે કોરોના વાયરસના કારણે મોત પણ ધીમે ધીમે વધતાં જઇ રહ્યા છે. આ ચાઇનીઝ વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસની સૌથી વધારે ઇફેક્ટ હાલમાં અમેરિકામાં છે. સ્પેન, ઈટલી, જર્મની, ચાઈના બાદ હવે અમેરિકામાં આ વાયરસે કોહરામ મચાવી દીધો છે. વિશ્વના મોટાભાગના દેશો આ વાઇરસથી સંક્રમિત થઈ ગયા છે. તો હજુ પણ કેટલાક દેશો આ વાયરસના સકંજામાં આવ્યા નથી. સમગ્ર વિશ્વમાં પીપીઈ કીટ, માસ્ક તેમજ અન્ય મેડીએક ઈકવીપમેન્ટની ભારે માત્રામાં અછત સર્જાઈ ચુકી છે.
વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં મેડિકલ કીટ, દવાઓ અને અન્ય સુવિધાઓની અછત થઈ જવા પામી છે. એક સાથે આવેલી આ આફતે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે જેને કારણે મેડિકલ ઈકવીપમેન્ટની કમી સમગ્ર વિશ્વમાં થઈ જવા પામી છે. ભારતે હમણાંજ પાડોશી દેશોને કોરોના સામે આંશિક રાહત આપતી હાઇડ્રોક્સીક્લોરોકવીન દવા મોકલી આપી છે. તેમજ કેટલાક દેશોમાં ભારતે મેડિકલ ઈકવીપમેન્ટ પણ મોકલી આપ્યા છે. પરંતુ હવે ભારતે પણ માનવતા માટે કરવામાં આવતા આ કાર્યને અટકાવી દીધું છે. કરણ કે ભારતમાં પણ આ તમામ સામગ્રીની જરૂરત ધીમે ધીમે વધતી જઈ રહી છે.
પીપીઈ કિટની અછત ના માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉભી થઇ ગઇ છે. વિશ્વના દરેક દેશોમાં આ કિટની અછત સર્જાઈ છે અને બહારના દેશોમાંથી ડબલ ભાવ આપીને પણ મંગાવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પીપીઇ કીટ એ ખુબજ અગત્યની કીટ છે. કારણ કે તે ડોકટર અને અન્ય મેડિકલ સ્ટાફની રક્ષા કરે છે. જો પીપીઇ કીટ પહેર્યા વગર કોરોના સંક્રમિત વ્યક્તિની સારવાર કરવામાં આવે તો તેનો ચેપ સારવાર કરનાર ડોકટર અને મેડિકલ સ્ટાફને પણ લાગે છે. જેના સમગ્ર વિશ્વમાં કિસ્સાઓ બહાર આવ્યા છે. કેટલાય ડૉકટર અને મેડિકલ સ્ટાફના મોત થયાં છે.
આ બાબતે લોકોનું ધ્યાન દોરવા અને પીપીઈ કિટની અછત દર્શાવવા કેટલાક ડૉકટરો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડૉકટર અને મેડીકલ સ્ટાફ દ્વારા પોતાના તમામ વસ્ત્ર ઉતારીને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થઈને ફોટા પડાવવામાં આવ્યાં છે. વાત એમ છે કે જર્મનીના ડૉકટરોના સમૂહ દ્વારા પીપીઇ કીટ એટલે કે પર્શનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ કીટની અછત દર્શાવવા માટે તેઓ દ્વારા આ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સમૂહ દ્વારા જણાવવામાં આવ્યું કે, કેટલાય મહીનાથી તેમની પીપીઈ કીટ માટેની માંગણીને સાંભળવામાં આવી રહી નથી.
તો એક ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે, નગ્નતા પ્રતીક છે કે પીપીઇ કીટ વગર અમે કેટલા અસુરક્ષિત છીએ. જર્મનીમાં પીપીઈ કિટની ભારે અછત સર્જાઈ ચુકી છે તેમજ અન્ય મેડિકલ ઈકવીપમેન્ટની પણ જર્મનીમાં અછત છે ત્યારે જર્મનીમાં આ તમામની કાળાબજારી પણ થઈ રહી છે. માસ્ક, પીપીઇ કીટ, જરૂરી મેડિકલ ઈકવીપમેન્ટ, દવાઓ વગેરેની અછત સર્જાતા ડૉકટરોના સમૂહ દ્વારા સરકાર સામે બાંયો ચડાવવામાં આવી રહી છે અને જલ્દી તેઓને આ તમામ વસ્તુઓ પહોંચાડવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવી રહયો છે. follow our facebook page Moje Dariya for more news
- આ પણ વાંચો
- વાળ કપાવવા ગયેલા 6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ! ગામ આખું સિલ!
- સાજા થયેલા 51 કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ! વિશ્વનું ધ્યાન ખેંચ્યું! મોટો ખુલાસો! જાણો!
- કોરોના મહામારી: અહિં ઘરે બેઠા મળશે દારૂની ડિલિવરી, સરકારનો મોટો નિર્ણય!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો