મધ્યપ્રદેશ રાજકીય સંકટના રેલા ગુજરાત પહોંચ્યા! ગુજરાતમાં હલચલ તેજ!

મધ્યપ્રદેશ, madhya Pradesh, Kamal Nath, Jyotiraditya Scindia, Congress
ફોટો સોશિયલમીડિયા

દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશ માં રાજ્યસભાની 3 સીટ માટે ઘમાસાણ મચ્યું છે અને સરકાર પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ચુકી છે. કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશ ના યુવા નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડી દેવામાં આવી છે. ત્યારે મધ્યપ્રદેશમાં સરકાર સામે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કમલનાથ સરકાર બચાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય હલચલો તેજ થતી જાય રહી છે.

મધ્યપ્રદેશ, madhya Pradesh, Kamal Nath, Jyotiraditya Scindia, Congress
ફોટો સોશિયલમીડિયા

અન્ય મધ્યપ્રદેશ ની જેમ ગુજરાતમાં પણ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાનસભામાં આંકડા પ્રમાણે બે બેઠક ભાજપને ફાળે તો બે બેઠક કોંગ્રેસના ફાળે જાય એમ છે. આ પહેલા ત્રણ બેઠક ભાજપ પાસે હતી એટલે ભાજપને એક બેઠકનું નુકશાન થાય તેમ છે. જે ભાજપ પચાવી શકે તેમ નથી એટલે કોઈ તોડજોડ થઈ શકે છે. ત્યારે કોંગ્રેસમાં જ બંને બેઠક લઈને હજુ પિચર ક્લિયર નથી કે કોને ટિકિટ આપવામાં આવશે. ત્યારે કોંગ્રેસમાં પાટીદાર અને ઓબીસી નેતાઓ આમને સામને આવી ગયા છેની વાતો વહેતી થઈ રહી છે. સૂત્રો મુજબ રાજ્યસભાની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર અને ઓબીસી સમાજ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે.

હાર્દિક પટેલ
Photo: Social media

પરંતુ આ હકીકત છે કે નહીં તેનો ખુલાસો કોંગ્રેસના પાટીદાર નેતા અને કોંગ્રેસના જ ઓબીસી નેતાઓ આપી શકે તેમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે જો અસંતોષ થશે તો ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામુ પણ આપી શકે છે. ભાજપ દ્વારા પહેલા પણ ઓપન ઇનવીટેશન પણ આપવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે પેટા ચૂંટણીના પરિણામ બાદ ધરાસભ્યોમાં પણ ડર નો માહોલ છે એટલે આવું કશું બને તેવું લાગતું નથી. જોકે આ અફવાહ સિવાય બીજું કશું હતું નહીં તેમ લાગી રહ્યું છે. પરંતુ મામલો વધારે બીચકતા વિપક્ષ નેતાએ ખુદ રાષ્ટ્રીય ન્યુઝ એજન્સી એએનઆઈ ને બાઈટ આપવી પડી હતી કે ગુજરાત કોંગ્રેસમાં સબ સલામત છે.

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટના રેલા ગુજરાત સુંધી પહોંચ્યા હતા અને ગુજરાતના ધારાસભ્યો તૂટે છેના સમાચાર ફેલાઈ ગયા હતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કદાવર નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડીને કમલનાથ સરકાર પર રાજકીય સંકટ લાવી દીધું છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાય છેની વાતો વહેતી થઈ હતી ના માત્ર ગુજરાતમાં પરંતુ રાજસ્થાનમાં પણ મોટી હલચલ થઈ રહી છેના સમાચારો વહેતા થઈ રહ્યા હતા.

મધ્યપ્રદેશ, madhya Pradesh, Kamal Nath, Jyotiraditya Scindia, Congress
ફોટો સોશિયલમીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી સમયમાં રાજ્યસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે રાજકીય ઉઠાપઠક થઈ રહી છે અને તેવામાં આ સમાચાર ફરતાં થતાં કોંગ્રેસ નેતાઓ દોડતા થઈ ગયા હતા. પરતું હાલપુરતું સબ સલામત છે. વિધાનસભાનું ગણિત જોતા અને જો કોઈ તોડજોડ ના થાય તો કોંગ્રેસ ચાર બેઠક માંથી આરામથી રાજ્યસભાની બે બેઠક જીતી શકે છે અને ભાજપ ચાર બેઠક માંથી એક બેઠકના નુકશાન સાથે બે બેઠક જીતી શકે છે.  follow our facebook page for more news