સમગ્ર દેશ આજે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. હજારો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં પણ કરોના વાયરસે માઝા મૂકી છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં હાલમાં 4395 જેટલા પોઝિટિવ કેસો જેમાં હાલમાં એક્ટિવ 3568 જેટલા કેસ છે. તો 214 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિકવર થનારા કેસોની સંખ્યા 613 જેટલી છે. ભારત માટે રાહતના એ સમાચાર છે કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોના વાયરસની ગતિ મંદ છે. કોરોના મહામારીમાં રાજકીય હુંસાતુંસી પણ ચાલુ જ છે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કોઈને કોઈ મુદ્દે રાજકીય ચકમક ઝરે જ છે. હાર્દિક પટેલ દ્વારા એક આરટીઆઇ ના સરકારના જવાબ બાદ ભાજપ પર નિશાન સાધ્યું હતું.
પહેલા ભાજપ પ્રવક્તાના નિવેદને હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ ધુંઆપુંઆ થઈ ગઈ હતી અને ગુજરાતમાં રાજકીય ગરમાગરમી વધી જવા પામી હતી. પરંતુ હવે સમગ્ર દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે. એક આરટીઆઇ ના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ઉદ્યોગકારોના 68000 કરોડ જેટલા રૂપિયા મોદી સરકાર દ્વાર જતાં કરવામાં આવ્યા છે એટલે કે હજુ સુંધી તેમની પાસેથી વસુલ લેવામાં આવ્યા નથી કે તેમની પ્રોપર્ટીને ટાંચમાં લેવામાં આવી નથી. આ બાવતે હવે ભાજપ કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ નો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે હાર્દિક પટેલ પણ મેદાને આવ્યા છે.
પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “હું માનું છું કે અમારી પાર્ટી પ્રચાર પ્રસાર માં નબળી છે. કોંગ્રેસની પ્રામાણિક સરકારના સમયમાં ખોટા કૌભાંડ બતાવીને ભાજપે દેશની જનતાને ગેરમાર્ગે દોરી હતી પરંતુ આજે ભાજપ સરકારમાં કરોડો રૂપિયાના અંગણિત કૌભાંડ થયા છે. તોય પણ ભાજપ પ્રચાર પ્રસાર દ્વારા પોતાને પ્રામાણિક સાબિત કરી દે છે.” હાર્દિક પટેલ દ્વારા ભજઓને ઘેરીને નિશાન સાધવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલા આરટીઆઇ ના જવાબના આધારે હાર્દિક પટેલે સરકાર પર નિશાન સાધ્યું હતું. હાર્દિક પટેલ દ્વારા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત પણ જણાવવામાં આવ્યો હતો.
વધુમાં હાર્દિક પટેલ દ્વારા ભાજપ કોંગ્રેસ વચ્ચેનો તફાવત જણાવતાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ સરકારે ખેડુતોના દેવા માફ કર્યા હતાં પરંતુ આજે ભાજપ સરકારે ચોર અને કૌભાંડી ઉદ્યોગકારોના દેવા માફ કર્યા. કોંગ્રેસ અને ભાજપમાં આજ તફાવત છે. સ્વાર્થી અને દેશ વિરોધી વ્યક્તિ એક વાત સમજીલે કે કોંગ્રેસ જનહિત માટે કામ કરે છે, જનતા અને ગરીબો માટે વિચારે છે.” હાર્દિક ઓએટેલ દ્વારા ભાજપ પર ઉદ્યોગકારોના દેવા માફીનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ભાજપને સવાલ કર્યા હતા. તેમજ કોંગ્રેસ પાર્ટીને ગરીબોની હિતેચ્છુ પાર્ટી જણાવી હતી. હાર્દિક પત્રલન નિવેદન બાદ ભાજપ પણ મેદાને આવશે એમાં કોઈ નવાઈ નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા કોરોના મહામારીના સમયે થતી રાહત કામગીરી બાબતે પણ જણાવવામાં આવ્યું હતું કે, “કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના પરીવારોને રાશન અને જમવાનું પહોંચાડવાનું કામ મારા સાથી આંદોલનકારીઓ કરી રહ્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં વસવાટ કરતાં ઉત્તરભારતીય ગરીબ મજૂર પરિવારોને પણ 15 દિવસનું રાશન પહોંચાડવામાં આવ્યું છે આ કામ ચાલુ રહેશે.” હાર્દિક પટેલ દ્વારા પણ રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ દ્વારા જનતાને ઘરમાં રહેવા માટે અને સરકારી સુચનોનું પાલન કરવાનું જણાવ્યું હતું. follow our facebook page Moje Dariya for more news
- આ પણ વાંચો
- પીપીઈ કીટ માટે પુરુષ મહિલા ડૉકટર જાહેરમાં થયા નગ્ન! નોધાવ્યો વિરોધ!
- વાળ કપાવવા ગયેલા 6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ! ગામ આખું સિલ!
- સાજા થયેલા 51 કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ! વિશ્વનું ધ્યાન ખેંચ્યું! મોટો ખુલાસો! જાણો!
- કોરોના મહામારી: અહિં ઘરે બેઠા મળશે દારૂની ડિલિવરી, સરકારનો મોટો નિર્ણય!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો