લોકડાઉન: દીકરાને રાશન લેવા મોકલ્યો, દીકરો બૈરી લઈને આવ્યો! માં પહોંચી પોલીસ સ્ટેશન!

લોકડાઉન, મોજે દરિયા, lockdown, moje dariya
ફોટો સોશિયલમીડિયા

સમગ્ર વિશ્વને કોરોના વાયરસે બાનમાં લઇ લીધું છે ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસો રોજે રોજે વધતા જઈ રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં ખરાબ હાલત છે. સૌથી ખરાબ હાલત અમેરિકામાં છે.રોજે રોજ કેટલાય હજારો લોકો મોતને ભેટીરહ્યા છે. અમેરિકામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો છે. હાલમાં આ મહામારીની કોઈ દવા શોધાઈ નથી તેનાથી બચવાનો એક માત્ર ઉપાય લોકડાઉન અને સોશિયલ ડિસ્ટંસિંગ છે. પરંતુ ભારતમાં અલગ જ મોસમ છે. લોકો આવી મહામારીમાં પણ લગન કરે છે. એમાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન માં લોકો રાશન શોધવા નીકળે છે તો એક ભાઈ લગન કરીને વહુ લઈને ઘરે આવે છે બોલો!

ભારતમાં બધાય મોજીલા છે. એટલે કે કોઈપણ મોટી ઘટના હોય ચિંતા કરવી નહીં ડરવું નહીં અને સૌનું થશે એ જ મારું થસેમાં માનનારો ખૂબ જ મોટો વર્ગ છે. આ લોકડાઉન ની પરિસ્થિતિમાં પણ આ વર્ગ મોજથી રહે છે બોલો! પરંતુ કેટલાક લોકો પોતાના ઘરેથી કેટલાય કિલોમીટર દૂર ફસાયા છે જેમને ઘરે પરત લાવવા માટે રાજ્ય સરકારો મથી રહી છે અને તેમને લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો કેટલાક લોકો દ્વારા પગપાળા જ યાત્રા કરી દેવામાં આવી છે. કેટલાય લોકો કેટલાય કિલોમીટર ચાલીને પોતાના રાજ્યમાં પહોંચી ચુક્યા છે આજ છે મહેનતુ અને કોઈના પર ન નભતા ભારતની અસલી તસ્વીર.

lockdown, લોકડાઉન, કોરોના, પીપીઈ કીટ, જર્મન ડોકટર, germany, PPE Kit, German Doctors
ફોટો સોશિયલમીડિયા

પરંતુ વાત આ નથી વાત એ છે કે સમગ્ર દેશમાં લોકડાઉન છે. આખો દેશ પોતાના ઘરમાં લોક થઈ ગયો છે. ત્યારે એક અજબ કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો એવો છે કે, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક મહિલાએ પોતાના દીકરાને રાશન લેવા માટે બહાર મોકલ્યો હતો અને દીકરો રાશન લેવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ પાછો આવ્યો ત્યારે તેની પાસે રાશન ના બદલે તેની વહુ હતી! માં આ જોઈને ચોંકી ગઈ અને બંનેને ઘરમાં આવવા ના દીધા અને સીધા પોલીસ સ્ટેશન લઇ ગઈ. છે ને અજબ કિસ્સો. લોકો રાશન લેવા નીકળે ને એમને રાશન મળતું નથી અને આ ભાઈને બાઈ મળી ગઈ! પરંતુ વાત અહીંયા પુરી થતી નથી.

સાસુ દ્વારા દીકરા અને વહુને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં તેમની પૂછ પરછ કરવામાં આવી ત્યારે દીકરાએ જણાવ્યું કે તેણે બે મહિના પહેલા મહિલા સાથે લગ્ન કરેલા અને તેને ભાડે રાખેલા મકાનમાં રાખતો હતો પરંતુ આજે એ તેની પત્નીને લઇ આવ્યો કારણે લોકડાઉનની સ્થિતિમાં મકાન માલિક તેની પત્નીને ઘર ખાલી કરવા માટે વારંવાર કહેતો હતો. જેથી આજે સાહસ કરીને પત્નીને લઇ આવ્યો. બંને પાસે પોતાના લગ્નનું કોઈ પ્રમાણ હતું નહીં કારણકે તેમને જે પૂજારીએ લગ્ન કરાવેલા તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન પૂરું થાય પછી પ્રમાણ પત્ર મળશે. પોલીસ દ્વારા માંડમાંડ સમુસુતરું પાડવામાં આવ્યું. follow our facebook page Moje Dariya for more news