કોરોના વાયરસ સામેની લડતમાં સચિન તેંડુલકર બેટિંગ કરી રહ્યો છે!

વિરાટ કોહલી, સચિન તેંદુલકર, ક્રિકેટ, ક્રિકેટ મેચ, virat kohli, sachin tendulkar, cricket, cricket match, india, સચિન તેંડુલકર
ફોટો સોશિયલમીડિયા

આખી દુનિયા કોરોના ગ્રસ્ત થઈ ગઈ છે. કોરોના વાયરસએ આખી દુનિયાને કબજે કરી લીધી છે અને ભારતમાં પણ તેનો ચેપ વધી રહ્યો છે, ભારતમાં અત્યાર સુધીમાં 800 થી વધુ કેસ નોંધાયા છે. 24 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેનો હેતુ એ છે કે લોકો એક બીજાથી સામાજિક અંતર જાળવી રાખે, જેથી કોરોના વાયરસનો ચેપ એકબીજામાં ન ફેલાય. હાલ દેશ એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને દરેક જણ કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. સચિન તેંડુલકર જેમ ક્રિકેટ મેચમાં કટોકટી વખતે મોરચો સંભાળતો હતો તેમ આ મુશ્કેલ સમયમાં પણ મોરચો સંભાળી લીધો છે. અને મદદ માટે આગળ આવ્યો છે.

સચિન તેંડુલકરે કોરોના રોગચાળા સમયે સામે આવીને ફ્રન્ટ ફૂટ લર રમવાનું શરુ કર્યું છે. અચાનક આવેલી મહામારીના સમયમાં દેશને ટેસ્ટિંગ કીટ, કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર વગેરે માટે ભંડોળની જરૂર છે આવી સ્થિતિમાં, ક્રિકેટના ભગવાન પોતે દેશના લોકોની સેવા કરવા માટે સામે આવ્યા છે. સચિન તેંડુલકરે કોરોના રોગચાળા સામે લડવા માટે 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. જેમાંથી 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં અને 25 લાખ રૂપિયા વડા પ્રધાન રાહત ભંડોળમાં આપવામાં આવ્યા છે.

કોરોના, મોદી સરકાર, Coronavirus outbreak,Medical research,Microbiology,Asia Pacific,China,Biology,Infectious diseases,Science,World news,કોરોના વાયરસ,
Photo: Social media

દેશમાં આ રોગચાળા સામેની લડતમાં કોઈપણ ભારતીય ખિલાડી દ્વારા દાન કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સચિન તેંડુલકરની પોતાની ઈચ્છા હતી કે મુખ્યમંત્રી રાહત ભંડોળ અને વડા પ્રધાન રાહત ભંડોળ બંનેમાં સહકાર આપવાની. સચિનને ​​લોકો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખે છે. આજે સચિને ખુલ્લેઆમ તેના ચાહકોને મદદ કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

જણાવી દઈએ કે, સચિન તેંડુલકર આ પહેલીવાર નથી કરી રહ્યો. આ અગાઉ પણ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા ભયાનક આગની ઝપેટમાં હતું ત્યારે ભોગ બનેલા લોકોની સહાય માટે ચેરિટી મેચ યોજવામાં આવેલી ક્રિકેટ મેચમાં પણ સચિન તેંડુલકર રમતા જોવા મળ્યો હતો. સચિન માત્ર ક્રિકેટ માટે જ જાણીતો નથી પરંતુ તે સામાજિક કાર્ય માટે પણ જાણીતો છે. સચિન તેંડુલકર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. 2014 માં કોંગ્રેસ સરકારે તેમને રાજ્યસભામાં નામાંકિત કર્યા હતાં.

ક્રિકેટના ભગવાન લોકોની મદદ માટે આવે તો અન્ય ક્રિકેટરો કેવી રીતે પાછા રહી જાય! સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતી ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ આ મહામારીના કપરા સમયમાં મદદ કરી છે. ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે બરોડા પોલીસ અને આરોગ્ય વિભાગને 4000 ફેસ માસ્ક આપ્યા છે. પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ ફરજ દરમિયાન ઉપયોગમાં લઇ શકે તે માટે. આ સાથે એક અફવા પણ વાયરલ થઈ રહી છે કે મહેન્દ્રસિંહ ધોનીએ પુણેની એક એનજીઓને એક લાખ રૂપિયા આપ્યા છે. પરંતુ ગઈકાલે ધોની ની પત્ની સાક્ષીએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર એક અફવા છે.