આજે શેરબજાર (Share market)માં વૈશ્વિક સ્તરે મંદીથી સેન્સેક્સ(Sensex) માં 1100 પોઇન્ટનું ગાબડું પડ્યું. મંદીના વાવડનું કારણ કોરોનાવાયરસ (coronavirus) છે! ગણતરી ની મિનિટો માં રોકાણકારો ના 400000 લાખ કરતા પણ વધારે રૂપિયા ની સપંત્તિ ધોવાઈ ગઈ. આ ને કારણે મેટલ, ઓટો, આઇટી, ઓઇલ અને ગેસ સેક્ટર ના શેરોના ભાવ માં ભારે ઘટાડો જોવા મળ્યો. ક્રૂડ ઓઇલના ભાવોએ પણ 50 ડોલરની સપાટી ગુમાઈ દીધી. ગઈ રાત્રે અમેરિકા ના ડાઉન જોન્સ 1190 પોઇન્ટ નો ખાડો પડ્યો હતો. આની પાછળ શું છે કારણ વાંચો।
આ વૈશ્વિક મંદી માં આવા એંધાણે શું કારણે જોવા મળી રહ્યા છે એનું વધુ એક કારણ સામે આવી રહ્યું છે. શુક્રવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બીએસઈનો સેન્સેક્સ 1129.10 પોઇન્ટના ઘટાડા સાથે 38,616.56 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તે જ સમયે, એનએસઈનો એનએસઈ પણ 330.20 પોઇન્ટ (-2.84%) ના ઘટાડા સાથે 11,303.10 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં આવેલા ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારમાં પણ અસર પડી.
બજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. તમે આ વાતનો અંદાજ એથી લગાવી શકો છો કે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થયાના 5 મિનિટમાં જ રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. 2008 ની કટોકટી પછીનો સૌથી ખરાબ સપ્તાહ આને ગણવામાં આવી રહ્યો છે. કોરોનાવાયરસને કારણે ભારતીય શેરો ગબડ્યા હોવાનું બજાર માં ચર્ચાઈ રહ્યું છે. કોરોના વાયરસ ના કારણે મહામંદી વૈશ્વિક બજારોમાં પકડ બનાવે તેવી આશંકા રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓએ વેચાણમાં મંદી જોઈ રહ્યા છે. એપલ એન્ડ માઇક્રોસોફ્ટ કંપની એ કોરોનાવાયરસ ને લઈને સંકેત આપ્યા હતા કે આ વાયરસ ને કારણે બજાર માં મંદીનું મોજું ફરી શકે છે. આને કારણે આ બંને કંપની એ પોતાના વેચાણમાં ઘટાડો હોવાનું પણ જણાવ્યું હતું. એક રિપોર્ટ મુજબ આ મહિનાની શરૂઆતમાં, વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પએ પણ નિર્ણાયક ફેંસલો લઈને ને ઉત્પાદન ના 10% કપાત મૂકી છે. જેની પાછળ પણ કોરોનાવાયરસ કારણ માનવામાં આવી રહ્યું છે.
આ પુરા અઠવાડિયા ની વાત કરીએ તો, શેરબજારમાં 2500 પોઇન્ટ નો ખાડો જોવા મળ્યો. આ અઠવાડિયા ના પાંચેય દિવસ મંદી નું મોજું જોવા મળ્યું. સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને ઈન્ફોસિસ સૌથી વધુ ખેંચી રહ્યા છે, જે મળીને ઈન્ડેક્સમાં 300 થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. એવું અનુમાન કરવામાં આવે છે કે ઝડપથી ફેલાતા કોરોના વાયરસ રોગચાળાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ શકે છે.
વાંચો વધુ: ધંધો અને વેપાર ને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.