વાળ કપાવવા ગયેલા 6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ! ગામ આખું સિલ!

lockdown, લોકડાઉન, કોરોના, પીપીઈ કીટ, જર્મન ડોકટર, germany, PPE Kit, German Doctors
ફોટો સોશિયલમીડિયા

કોરોના મહામારીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. વિશ્વમાં કોરોના એક કહેર બનીને તૂટી પડ્યું છે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ચાઈનીઝ વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ઇટલી, ફ્રાન્સ, જર્મની અમેરિકામાં રીતસર મોતનું તાંડવ રચી નાખ્યું છે. જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલે ઢગલા. સમગ્ર વિશ્વ આ વાયરસના કારણે ત્રસ્ત છે. કોરોના વાયરસની રસી શોધવાનો દરેક દેશ પ્રયત્ન કરી રહ્યા છે. દરેક દેશો આ વાયરસ પર સંશોધન કરીને તેનો એન્ટીડોડ શોધવા મથી રહ્યા છે. પરંતુ હજુ સુંધી કોઈપણ દેશને આ વાયરસ સામે રક્ષણ આપતી રસી કે એન્ટિડોડ શોધવામાં સફળતા મળી નથી.

ત્યારે એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. એક સાથે છ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાંની સાથે આખાય ગામને સિલ કરી દેવામાં આવ્યું છે. ઇન્દોરથી આવેલા યુવક દ્વારા 6 જેટલા લોકોને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો છે. અને તે પણ વાળ અને દાઢી કરાવવા ગયેલા ત્યાંથી સંક્રમિત થયા છે. જે બાબતે તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય કેટલા લોકોને કોરોના સંક્રમણ થયું છે. રિપોર્ટ બાદ સમગ્ર ગામ અને વાળંદ સમેત છ લોકોના પરિવારને કોરાંટાઇન કરી દેવામાં આવ્યા છે.

કોરોના, મોદી સરકાર, Coronavirus outbreak,Medical research,Microbiology,Asia Pacific,China,Biology,Infectious diseases,Science,World news,કોરોના વાયરસ, કોરોના મહામારી
Photo: Social media

મધ્યપ્રદેશના ખર્ગોન જિલ્લાના બડગામમાં છ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયેલા જણાઈ આવ્યા છે. આ છ લોકો એક જ વાળંદની દુકાને વાળ કપાવવા અને દાઢી કરાવવા ગયા હતાં. કેસ બહાર આવતાંની સાથે જ પોલીસ દ્વારા આખાય ગામને ચારેબાજુથી સિલ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ વાળંદ દ્વારા વાળ કાપવા માટે અને દાઢી કરવા માટે એક જ કપડાનો ઉપયોગ કર્યો હતો. જેના દ્વારા સંક્રમણ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. હાલ આખેઆખું ગામ સિલ મારીને પોઝિટિવ આવેલા લોકો અને તેમના પરિવારને આઇસોલેશન માં મોકલી આપવામાં આવ્યા છે તેમજ તંત્ર દ્વારા આ છ લોકો જે લોકોને મળ્યા હોય તેમની માહિતી લઈને આગળ વધવામાં આવી રહયું છે.

ખર્ગોન ના મુખ્ય ચિકિત્સક અને સ્વાસ્થ્ય અધિકારી ડૉ. દિવ્યેશ વર્માએ જણાવ્યું હતું કે, બડાગામનો એક યુવક જે ઇન્દોરમાં એક હોટલમાં કામ કરે છે તે ગામડે પાછો ફર્યા બાદ તેણે આ જ વાળંદના ત્યાં હજામત કરાવેલી અને ત્યાર બાદ વાળંદ દ્વારા એજ રૂમાલ, કપડા, કાતર અને અસ્ત્રા દ્વારા અન્ય ગ્રાહકોના પણ વાળ અને દાઢી બનાવ્યા હતા. આ યુવકના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના દ્વારા માહિતી મળતાં વાળંદની દુકાને આવેલા 10-12 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં છ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આગળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ રિપોર્ટ આવ્યા બાદ આખા ગામને સિલ કરી દેવામાં આવ્યું છે. ખર્ગોનમાં અત્યાર સુંધી 60 લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. જેમાંથી 6 લોકોની મોત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં 19 લોકો કોરોના સંક્રમણનો શિકાર થઈ ચૂક્યા છે. જેના કારણે તંત્ર દ્વારા જનસુરક્ષાના ભાગ રુપે આખા ગામને ચારેબાજુથી સિલ કરી દેવામાં આવ્યું છે. follow our facebook page for more news