રાજ્યસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે ત્યારે કોંગ્રેસને એક બેઠક જીતવા માટે હજુ સંઘર્ષ કરવો પડી શકે છે. વધારે ધારાસભ્યો તૂટે નહીં એટલે માટે કોંગ્રેસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને દરેક ધારાસભ્યોને સેફ પ્લેસ પર લઈ જવામાં આવ્યા છે. ગઈ કાલે તમામ ધારાસભ્યોને ભેગા કરીને જયપુર મોકલી દેવામાં આવ્યા છે જ્યારે સિનિયર ધારાસભ્યો ગુજરાત માં જ રોકાયા છે. જયપુર ગયેલા ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સિનિયર મોસ્ટ ધારાસભ્યોને સોંપવામાં આવી છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
ભાજપની વ્યૂહરચના પ્રમાણે ભાજપે કોંગ્રેસના 5 ધારાસભ્યોને તોડ્યા અને તેઓના રાજીનામાં અપાવી ચુક્યા છે. હવે જોવા જઈએ તો કોંગ્રેસ પાસે રાજ્યસભા ની બંને સીટ જીતવા માટે સ્પષ્ટ બહુમત નથી. કોંગ્રેસ હવે એક જ રાજ્યસભા સીટ જીતી શકે છે. આ બાબતે કોંગ્રેસ નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયામાં ખરીદ્યા. તો એક ન્યુઝ પેપર દ્વારા આ બાબતે ખુલાસો છઓઅવામાં આવ્યો કે બધાય ધારાસભ્યોને 15-15 કરોડ અને સોમાભાઈ ગાંડાભાઈને 20 કરોડમાં રાજીનામુઆપવા માટે માનવી લેવામાં આવ્યા હતાં. હવે આ વાતની પુષ્ટિ ખુદ આ પાંચ ધારાસભ્યો સાચું બોલી કરે ત્યારે હકીકત સામે આવે.
ત્યારે હવે કોંગ્રેસ સામે ધારાસભ્યોના ડેમેજ કંટ્રોલ કરવાનો મોટો પડકાર છે. હાલ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સબ સલામત છે અને કોંગ્રેસ રાજ્યસભા ની બે બેઠક જીતશે એ નક્કી છે હવે કોઈ ધારાસભ્યો તૂટશે નહીં. પરંતુ રાજકારણમાં ક્યારે શું થાય તે કોઈને ખબર હોતી નથી. આજે જે સાઠવા હોય એ કાલે સામે હોય. ગત રાજ્યસભા માં પણ જે ધારાસભ્યો સાથે હતા તેમણે અંતિમ સમયે ક્રોસ વોટિંગ કરીને એહમદ પટેલને હરાવવા માટેનો કારશો રચ્યો હતો પરંતુ અહમદ પટેલ જીતી ગયા હતા.
દેખીતી રીતે કોંગ્રેસ પાસે રાજ્યસભા ની બે બેઠક જીતવા માટે બહુમતી નથી પરિણામે એક સીટ મેળવી શકે છે અને બીજી સીટ ગુમાવી શકે છે. પરંતુ નંબર ગેમમાં હજુ પણ કોંગ્રેસ ભાજપને માત આપી શકે છે. કોંગ્રેસ પાસે હાલ 68+1 અપક્ષ ધારાસભ્ય છે. અને કોંગ્રેસ હાઈકમાન્ડથી પ્રેશર લાવીને છોટુ વસાવાને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે તૈયાર કરવામાં આવી રહી છે તેવા સમાચાર સૂત્રો દ્વારા વહેતા થઇ છે. જો છોટુ વસાવા કોંગ્રેસને સમર્થન આપે તો કોંગ્રેસ પાસે 68+ 1 અપક્ષ+ 2 બિટીપી એમ મળીને 71 ધારાસભ્યો થઈ જાય છે. જે મુજબ કોંગ્રેસ હજુ પણ આશાવાદી છે બીજી સીટ જીતવા માટે.
હવે થાય છે શરદ પવારની એન્ટ્રી
કોંગ્રેસ ત્રીજી બેઠક જીતવા માટે શરદ પવારને મનાવવા જઈ રહી છે જે કામ એકદમ આસન છે કારણ કે શરદ પવારની એનસીપી સાથે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ગઢબંધનમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહમદ પટેલ દ્વારા એનસીપી નેતા શરદ પવારનો સંપર્ક કરીને એનસીપીનો એક મત કોંગ્રેસમાં આપવા માટે જણાવવા માં આવ્યું છે. એટલે કે એનસીપી દ્વારા કાંધલ જાડેજા માટે વ્હીપ જાહેર કવામાં આવે તેવી માંગણી શરદ પવાર પાસે કરવામાં આવી છે. નિયમ મુજબ જો એનસીપી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવે તો કાંધલ જાડેજા ને કોંગ્રેસ તરફી મતદાન કરવું પડે છે કારણ કે પાર્ટીના વહીપ નો અનાદાર કરી શકાય નહીં. follow our facebook page for more news
તો બીજી તરફ અહમદ પટેલના ખાસ ગણવામાં આવતાં છોટુ વસાવા સાથે પણ વાતચીત ચાલી રહી છે ના સમાચાર મળી રહ્યા છે. પાંચ ધારાસભ્યો તૂટ્યા બાદ કોંગ્રેસે હોવી બીજી સીટ જીતવા માટે એનસીપી અને બિટીપી પાસે આશા રાખવાની જરૂરિયાત ઉભી થઇ ગઇ છે. જે અંતર્ગત હાઈકમાન્ડ એક્ટિવ થઈ ગયું છે. અન્ય ધારાસભ્યો તૂટે નહીં એટલે માટે તમામ ને એક સાથે ભેગા કરવામાં આવ્યા છે અને જયપુર લાઇ જવામાં આવ્યા છે લરન્તુ ટૂંક સમયમાં ત્યાંથી પણ અન્ય સ્થળે ખસેડવામાં આવશે. જે અંગે હજુ ગુપ્તતા રાખવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા બંને બેઠક પર ઉમેદવાર લાડવાવવમાં આવશે અને કોઈ ઉમેદવાર પાછું ખેંચશે નહીં તે બાબતે કોંગ્રેસમાં સ્થિતિ ક્લિયર થઈ ગઈ છે.
- આ પણ વાંચો
- રાજ્યસભા ચૂંટણીમાં બંને બેઠક કોંગ્રેસ જીતી શકે છે, આ છે મોટી વ્યૂહરચના!
- કોરોના વાયરસ ચેપના લીધે આ દેશમાં થયું પોર્ન-સેક્સ મફત! જાણો!
- Yes Bank ના ધોવાણ બાદ મોદી સરકાર ને વધુ એક મોટો ઝટકો!
- મધ્યપ્રદેશ રાજકીય સંકટના રેલા ગુજરાત પહોંચ્યા! ગુજરાતમાં હલચલ તેજ!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- ઈવાંકા ટ્રમ્પ ના ફોટા સાથે ચેડાં કરનાર ભારતીય અભિનેતાને ટ્રમ્પની પુત્રીનો જવાબ!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો