લોકો મંદીની વાતો કરે છે પણ દારૂની દુકાનો ખૂલ્યાના પહેલાં જ દિવસે રેકોર્ડતોડ શુકન થયા!

દારૂની દુકાનો, liquor shop
ફોટો સોશિયલમીડિયા

કોરોના મહામારીના કારણે આખો દેશ લોકડાઉનની સ્થિતિમાં છે સમગ્ર દેશમાં સંપૂર્ણ બંધની સ્થિતિ છે. ગત 24મી માર્ચના રોજથી ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે. તમામ ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે. પરપ્રાંતીય મજૂરો પોતાના વતન પણ ફરી ચુક્યા છે. દરેક રાજ્યો પોતાના રાજ્યના લોકોને લાવવા માટે ટ્રેનો દોડાવી રહ્યા છે. તો ચારે બાજુ કોઈપણ ઉદ્યોગ ધંધા ચાલતાં ના હોવાના કારણે મંદીનો માહોલ છે. કેટલાક લોકોને બેટંક જમવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે સરકારના એક નિર્ણયે મહામંદીનો ભ્રમ તોડી નાખ્યો! સરકારે દારૂની દુકાનો ખોલાવનો નિર્ણય કર્યો છે.

દારૂની દુકાનો, liquor shop
ફોટો સોશિયલમીડિયા

દારૂની દુકાનો ખુલતાંની સાથે જ કેટલાક લોકોમાં આનંદ ઉત્સાહનું મોજું વહી રહયું છે. કેટલાક એવા દ્રષ્યો સામે આવ્યા કે જેમાં લોકો દ્વારા દારૂની દુકાન ખુલતાંની સાથે નારિયેળ વધેરીને તેનું શુકન કરવામાં આવ્યું અને એ પણ દુકાન માલિક દ્વારા નહીં પરંતુ ગ્રાહક દ્વારા! બોલો છે ને જોરદાર ગ્રાહક! તો કેટલાક લોકોમાં દારૂની દુકાનો ખોલવા બાબતે સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યાર સુંધી જે લોકો સંયમ રાખીને બેઠા હતા આજે તેમના સંયમનો બાંધ તૂટી ગયો છે અને લોકો દારૂ ખરીદવા માટે સવારથી લાઈનમાં લાગી ગયા છે.

દારૂની દુકાનો, liquor shop
ફોટો સોશિયલમીડિયા

દારૂની દુકાનો ખોલવાના સરકારના નિયમની જાણ થતાં જ દારૂના આદિ લોકોમાં હર્ષની લાગણી છવાઇ ગઇ હતી અને દિલ્લીમાં તો અજબ નજારો જોવા મળ્યો લોકો વહેલી સવારથી જ દારૂ લેવા માટે લાંબી કતારોમાં લાગી ગયા હતાં. જો કે દિલ્લી સરકાર દ્વારા દારૂ પર 70% જેટલો સેસ લગાવવામાં આવ્યો છે છતાં પણ દારૂના આદિ લોકોને આની કોઈ અસર થઈ નથી અને દારૂ લેવા માટે લાંબી લાઈનમાં લાગી ગયા હતાં. 70% સેસ એટલે 500 રૂપિયાની દારૂની બોટલ 850 રૂપિયામાં પડે તોય લોકો બેફામ દારૂની ખરીદી કરી રહ્યા છે. લાગે છે લોકોને ભોજન કરતાં વધારે દારૂની જરૂર છે.

દારૂની દુકાનો, liquor shop
ફોટો સોશિયલમીડિયા

આ માત્ર દિલ્લીનો નજારો નથી. અન્ય રાજ્યોમાં પણ આજ સ્થિતિ છે. કર્ણાટકમાં એક ભાઈએ 50 હજાર રૂપિયાનો અંગ્રેજી દારૂ ખરીદી લીધો જાણે કાલે મળવાનો જ ના હોય એમ! બેંગ્લોરન એક વ્યક્તિએ 50 હજાર રૂપિયાનો દારૂ ખરીદીને બીલનો ફોટો સોશિયલ મીડિયા પર મુકતા બિલ વાઇરલ થઈ ગયું હતું જો કે સરકાર દ્વારા દુકાન મલિક પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. કોરોના મહામારીમાં દારૂ બાબતે લોકોનો આવો ઉત્સાહ જોતા લાગે છે કે લોકોને ભોજન કરતાં દારૂની વધારે જરૂર છે.

દારૂની દુકાનો, liquor shop
ફોટો સોશિયલમીડિયા

તો દારૂની ખરીદીમાં એક દિવસમાં લોકોએ 45 કરોડ ફૂંકી નાખ્યા! આ માતાને માત્ર કર્ણાટકનો એક દિવસનો આંકડો છે. સવારથી લઈને સાંજ સુંધીમાં 45 કરોડ રૂપિયાનો દારૂ લોકો ખરીદીને ઘરભેગો કરી ગયા. બોલો હજુ આખા દેશના આંકડા જોઈશું તો આપણી આંખો ફાટી જશે. લોકો ડબલ ભાવે પણ દારૂ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. આ જોતાં અમારી ટીમના એક ટીખળ વ્યક્તિ એ કહ્યું કે દારૂ જ ઇકોનોમિને મજબૂત કારી શકે છે! સમગ્ર દેશમાં દદારૂને લીગલાઈઝ કરી દેવામાં આવવું જોઈએ. આ સંભાળીને ગુજરાતી ભાઈઓમાં હરખની હેલી વહી રહી હશે. અમારા ફેસબુક પેજ Moje Dariya ને લાઈક કરો.