‘વ્હાલનો દરિયો’ સાંત્વની ત્રિવેદી નું દિલના તાર ઝણઝણાવતું નવું ગીત લોન્ચ!

વ્હાલનો દરિયો, સાંત્વાની ત્રિવેદી, vahal no dariro, Santvani Trivedi
ફોટો સોશિયલમીડિયા

ગુજરાતી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ગીતોનો પણ લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જબરદસ્ત ટેલેન્ટ છે જે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. અને હીરાની જેમ ચમકી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગજબના ટેલેન્ટના કારણે હવે ગુજરાતીઓમાં ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી મ્યૂઝિકનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગુજરાતી કલાકારો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એટલા જ ફેમસ છે જેટલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં. એવું જ એક નામ છે સાંત્વની ત્રિવેદી. વ્હાલનો દરિયો ગીતની એક કડી તેમણે ગયેલી જે એટલી ફેમસ થઈ હતી કે લોકો તેમને દરેક વખતે તે ગાવા માટેની ફમાઈશ કરવા લાગ્યા હતા.

વ્હાલનો દરિયો, સાંત્વાની ત્રિવેદી, vahal no dariro, Santvani Trivedi
ફોટો સોશિયલમીડિયા

લોકોના પ્રેમ અને સરાહના બાદ Santvani Trivedi સાંત્વની ત્રિવેદી દ્વારા આ ગીત તેમના મધુર અવાજમાં લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બસ ત્યારથી જ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો અને લોકો આતુરતાપૂર્વક આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. તો હવે લોકોની આતુરતાનો અંત આવ્યો છે અને આખરે વ્હાલનો દરિયો ગીત સાંત્વની ત્રિવેદીના મધુર કંઠે ગવાયેલું ગીત લોન્ચ થઈ ગયું છે. Santvani Trivedi સાંત્વની ત્રિવેદીના અવાજમાં લોન્ચ થયેલું આ vahal no dariyo વ્હાલનો દરિયો ગીત જબરદસ્ત છે. એકવાર સાંભળ્યા બાદ તમે તેને બીજીવાર ત્રીજીવાર જરૂર સાંભળશો એની અમે ગેરન્ટી આપીએ છીએ.

આ પહેલા લોન્ચ થતાંની સાથે જ ઝડપથી એક લાખ કરતાં વધારે વાર જોવાઇ ચૂક્યું છે. એ પરથી તમે અંદાજ લાગે શકો કે લોકોમાં આ ગીત બાબતે કેટલો ઉત્સાહ હશે. આ ગીત સાંત્વની ત્રિવેદીના મધુરકંઠે ગાવામાં આવ્યું છે. ગીતના લિરિકસ પ્રિયા સરિયા ને સચિન સંઘવી દ્વારા લખવામાં આવ્યા છે. આકાશ પરમારનું મ્યુઝિક છે. આ ગીત સાંત્વની ત્રિવેદીના ઘરે જ શૂટ કરવામાં આવ્યું છે કારણ કે દેશ સાથે સમગ્ર ગુજરાતમાં પણ કોરોના મહામારીના કારણે લોકડાઉનની સ્થિતિ છે.

વ્હાલનો દરિયો, સાંત્વાની ત્રિવેદી, vahal no dariro, Santvani Trivedi
ફોટો સોશિયલમીડિયા

vahal no dariyo આ ગીત ઓરિજિનલી પ્રિયા સરૈયા દ્વારા લખવામાં આવ્યું છે અને તેમના દ્વારા ગાવામાં પણ આવ્યું હતું જેમાં સચિન જીગર દ્વારા મ્યુઝિક આપવામાં આવ્યું હતું. તે પણ લોકોના દિલના ધબકાર છીનવી લે તેવું જબરદસ્ત છે. પરંતુ કોઈ કાર્યક્રમમાં સાંત્વની ત્રિવેદી દ્વારા એક કડી ગાવામાં આવી હતી જે ઝડપથી વાઇરલ થઈ ગઈ હતી જે બાદ લોકોને આ ગીતને સાંત્વની ત્રિવેદીના અવાજમાં સાંભળવાની ખૂબ ઈચ્છા હતી જે બાબતે અવારનવાર કાર્યક્રમોમાં, સોશિયલ મીડિયા મારફતે લોકો સાંત્વની ત્રિવેદીને તેમની ફરમાઇશ જણાવતાં હતા. અને એક દિવસ સંતવાનીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં આ ગીત આવી રહ્યુ છે. જે લોન્ચ થતાંની સાથે લાખો લોકોએ જોઈ લીધું છે.

અમારા ફેસબુક પેજ Moje Dariya ને લાઈક કરો.