કોંગ્રેસ ની માસ્ટર સ્ટ્રેટેજી! ભાજપને જીતવાના પડશે ફાંફાં! જાણો!

કોંગ્રેસ, ગુજરાત રાજ્યસભા, રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

રાજ્યસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે ત્યારે કોંગ્રેસને એક બેઠક જીતવા માટે હજુ સંઘર્ષ કરવો પડી શકે છે. વધારે ધારાસભ્યો તૂટે નહીં એટલે માટે કોંગ્રેસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને દરેક ધારાસભ્યોને સેફ પ્લેસ પર લઈ જવામાં આવ્યા છે. હાલ તમામ ધારાસભ્યોને ભેગા કરીને જયપુર મોકલી દેવામાં આવ્યા છે જ્યારે સિનિયર ધારાસભ્યો પણ જયપુર પહોંચી ગયા છે. જયપુર ગયેલા ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સિનિયર મોસ્ટ ધારાસભ્યોને સોંપવામાં આવી છે. પરંતુ હવે તેમને જયપુરથી પણ ખસેડવામાં આવી શકે છે.

ભાજપની વ્યૂહરચના પ્રમાણે ભાજપે કોંગ્રેસના 5 ધારાસભ્યોને તોડ્યા અને તેઓના રાજીનામાં અપાવી ચુક્યા છે. હવે જોવા જઈએ તો રાજ્યસભા ની બે બેઠક જીતવા માટે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમત નથી. કોંગ્રેસ હવે પોતાના બળે એક જ રાજ્યસભા સીટ જીતી શકે છે તો ભાજપ પાસે પણ ત્રીજી બેઠક જીતવા માટે પૂરતા ધારાસભ્યો નથી. ધારાસભ્યોના રાજીનામા બાબતે કોંગ્રેસ નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયામાં ખરીદ્યા. હવે આ વાતની પુષ્ટિ ખુદ આ પાંચ ધારાસભ્યો સાચું બોલી કરે ત્યારે હકીકત સામે આવે. પરંતુ ભાજપે ગેમ તો કરી જ નાખી છે. પરંતુ હાલ ભાજપ પોતે પણ ભીંસમાં છે.

કોંગ્રેસ, ગુજરાત રાજ્યસભા, રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

રાજ્યસભા માટે કોંગ્રેસ ની રણનીતિ બંને સીટ જીતાડસે!?

રાજ્યસભા ની બન્ને બેઠક જીતવા કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે અને એક રણનીતિ બનાવી છે. પહેલાંતો ઘરને મજબૂત કરવાનું કામ કર્યું છે. એટલે કે રાજ્યસભા ના વોટિંગ સમયે જૂથવાદ સપાટી પર ન આવે એટલે શક્તિસિંહ ને જીતાડવાની જવાબદારી પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ભરત સોલંકી ને આપવામાં આવી છે કારણ કે ભરત સોલંકી તમામ ધારાસભ્યો પણ સારો એવો હોલ્ટ ધરાવે છે અને કેટલાક ધારાસભ્યો સાથે તેમણે મૈત્રીપૂર્ણ સંબંધો પણ છે. તે માટે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા શક્તિસિંહ ગોહિલને જીતાડવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપાવમાં આવી છે. જ્યારે ભરત સોલંકીને જીતાડવાની જબદારી હાઇકમાન્ડ દ્વારા પ્રદેશ કોંગ્રેસને સોંપી છે.

કોંગ્રેસ પાસે આંકડો છે ?


કોંગ્રેસને રાજ્યસભા ની બે બેઠક જીતવા માટે 72 સીટ જોઈએ. હાલ કોંગ્રેસ પાસે 68ધારાસભ્યો છે અને 1 અપક્ષ જીગ્નેશ મેવાણી છે. એમ કુલ 69 ધારાસભ્યો છે. જેમાં 3 ધારાસભ્ય ખૂટે છે એટલે કે 3 વોટની જરૂર છે. અને આ ત્રણ વોટ કોંગ્રેસ એનસીપી ના 1 અને બીટીપીના 2 જોડેથી મેળવવા માટે મથી રહી છે. જે બાબતે પાર્ટી હાઇકમાન્ડ પણ બિટીપી સાથે વાત કરી રહી છે જ્યારે એનસીપી મામલે શંકરસિંહ વાઘેલા નિવેદન આપી ચુક્યા છે કે એનસીપી કોંગ્રેસ તરફી મતદાન કરશે અને જો કાંધલ જાડેજા નહીં કરે તો આકરાં પગલાં ભરવામાં આવશે. તો બિટીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે અમે હજુ નિર્ણય કર્યો નથી.

ગુજરાત રાજ્યસભા, રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે એનસીપી દ્વારા વહીપ્ જાહેર કરવાં આવશે અને જો કાંધલ જાડેજા વહીપ પ્રમાણે મત ન આપે તો ડીસક્વોલિફાઈડ કરાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા જુના કોંગ્રેસીઓ અને હાલ ભાજપ માં રહેલા ધારાસભ્યોને પણ વિધાનસભા ગૃહમાં ગેરહાજર રહેવા અથવા વોટ કરવામાં ભૂલ કરીને મત રદ થાય તેવું કરવામાટે મનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપથી અસંતુષ્ટ ધરાસભ્યોનું એક લિસ્ટ પણ બનાવવાના આવ્યું છે જેમને સાધવામાં આવી રહ્યા છે. જો ભાજપના એકપણ ધારાસભ્યો ગેરહાજર રહે કે તેમનો વોટ રદ થાય તો તેનો સીધો ફાયદો કોંગ્રેસ ને થાય તેમ છે. follow our facebook page for more news

કોંગ્રેસ પાસે તક છે!


હજુ પણ કોંગ્રેસ પાસે તક છે કે નરહરિ અમીન ને ઘરભેગા કરી ભાજપની બચીકુચી આબરૂને ધૂળધાણી કરે. જે મુજબની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. બીજી તરફ 3 સીટ જીતવાની વાતો કરતી ભાજપને પરસેવો વળી જશે. ભાજપ માટે હાલ 3 સીટ જીતવી મુશ્કેલ છે ભાજપ ને હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પડે જો ત્રણ સીટ જીતવી હોય તો. કરણ કે બિટીપી ના નિવેદન બાદ લગભગ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે બિટીપી ભાજપ ને મત નહીં આપે પર તું કોંગ્રેસને પણ આપવો તેવું સ્પષ્ટ જણાવ્યું નથી એટલે હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

આ બાબતે બીટીપીના મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમને સરકારના કામથી સંતોષ નથી. આગામી રાજ્યસભા ચૂંટણીમાં કોને વોટ આપવો એ હજુ નક્કી નથી કરવામાં અવાયું બીટીપી દ્વારા કોને વોટ આપવો તે બિટીપીની કોર કમિટિ નક્કી કરશે જે આગામી ૨૪મી માર્ચના રોજ કોર કમિટિની બેઠક યોજાવાની છે. ત્યારબાદ કોઈ નિર્ણય પર આવીશું. તો આ બાબતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2017માં બિટીપી કોંગ્રેસની સહયોગી પાર્ટી હતી એટલે બિટીપી કોંગ્રેસને વોટ આપશે.