કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે. ભારતમાં પણ કુલ 31 કેસ જોવા મળ્યા છે. ભારત સરકાર તકેદારીરખી રહી છે અને દરેક લોકોને પણ તકેદારી રાખવાનું જણાવી રહી છે. કોરોના વાયરસની શરૂઆત સૌપ્રથમ ચાઈનાથી થઈ છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. ચીનથી આ કોરોના વાયરસ વિશ્વના અન્ય દેશોમાં ફેલાયો છે. ત્યારે શું છે કેરોના વાયરસની સૌપ્રથમ ઓળખાણ જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ દ્વારા આ વાયરસ ફેલાય છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 30 જાન્યુઆરીના રોજ આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે પણ જાહેર કરી દીધી છે.
હવે કોરોના વાયરસે બોલિવુડને પણ ડર લગાડ્યો છે. બૉલીવુડ સ્ટાર પણ હવે આ જીવલેણ વાયરસથી ડરી રહ્યા છે. અઢળક રૂપિયા કમાતા સેલિબ્રિટી પણ હવે આ વાયરસનું નામ પડતાં થરથર કંપવા લાગ્યા છે. બૉલીવુડની અનેક સેલિબ્રિટીએ પબ્લિક ગેધરિંગ બંધ કરી દીધું છે તેમજ પાર્ટીઓ ઓર્ગેનાઇઝ કરવાનું પણ બંધ થઈ ગયું છે જેના કારણે પેજ થ્રિના રિપોર્ટરો માખીઓમારી રહ્યા છે એટલે કે તેમની પાસે કોઈ ગપશપ કરવા માટે નવા ન્યુઝ નથી. બૉલીવુડ અભિનેતાઓ અભિનેત્રીઓ પણ સાવચેતી રાખી રહી છે. હમણાં થોડા સમય પહેલા રણવીર કપૂર એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યો હતો. ના માત્ર રણવીર કપૂર પણ અન્ય અભિનેતાઓ અભિનેત્રીઓ પણ માસ્ક પહેરીને જોવા મળ્યા છે.
- આ પણ વાંચો
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- ઈવાંકા ટ્રમ્પ ના ફોટા સાથે ચેડાં કરનાર ભારતીય અભિનેતાને ટ્રમ્પની પુત્રીનો જવાબ!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો
કેટલાક સેલિબ્રિટીએ તો તકેદારીના પગલાં રૂપે ફોરેન ટ્રીપ કેન્સલ કરી નાખી છે અને કોરોના વાયરસ નો ડર હવે દીપિકા પાદુકોને ને સતાવી રહ્યો છે. પ્રખ્યાત અને સિનેમા જગતની સૌથી મોટી અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ કોરોના વાયરસ થી ડરવા લાગી છે. દીપિકા પાદુકોણ દ્વારા તેની તમામ વિદેશ પ્રવાસની ટ્રીપ કેન્સલ કરી નાખવામાં આવી છે. આ બાબતે ખુદ દીપિકા પાદુકોણના મેનેજર દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી છે. અને જણાવ્યું હતું કે, દીપિકા પાદુકોણે કોરોના વાયરસના વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને પેરિસમાં ચાલી રહેલા ‘પેરિસ ફેશન વીક’માં ભાગ લેવા જવાની અને તેમની પેરિસ ટ્રીપ રદ કરી દીધી હતી. follow our facebook page for more news
દીપિકા પાદુકોણને લક્ઝરી ફેશન હાઉસ ‘લૂઇ વિટોં’ દ્વારા પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેમાં પહેલા તેને હા પાડી હતી પરંતુ તાજેતરમાં કોરોના વાયરસના મોટા ખતરાને ધ્યાને લઈને દીપિકા પાદુકોણ દ્વારા આ ઇવેન્ટમાં ભાગ લેવા ફ્રાન્સના પેરિસમાં જવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, જે તે સમયે દીપિકા પાદુકોણના મેનેજરે પ્રેસ વાર્તામાં કહ્યું હતું કે, ફ્રાન્સના પેરિસમાં હાલમાં ચાલી રહેલા પેરિસ ફેશન વીક અંતર્ગત લૂઇ વિટોંના ફેશન વીક 2020ના કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ હાજર રહેશે નહીં અને ફ્રાન્સ સાથે અન્ય વિદેશ ટુર પણ રદ કરી દેવામાં આવી છે. ફ્રાન્સમાં કોરોના વાયરસની વધુ અસરને ધ્યાને લઈને દીપિકા પાદુકોણ દ્વારા પોતાની મહત્વની ગણવામાં આવતી આ સફર રદ કરી દેવામાં આવી હતી.