ગુજરાત રાજ્યસભા : કમલનાથની રાજરમત નીતિન પટેલ રમવા ગયા!

ગુજરાત રાજ્યસભા, રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

દેશ સહિત ગુજરાત રાજ્યસભા ની ચૂંટણી છે. અને ગુજરાત રાજ્યસભા ની 4 બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે ભાજપ દ્વારા ત્રણ બેઠક પર ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા બે બેઠક પર ઉમેદવાર ઉતરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા લગભગ લગભગ આંકડાકીય ગણિત પ્રમાણે ત્રણેય બેઠક કબજે કરી લીધી છે ત્યારે કોંગ્રેસન પાંચ ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસ હવે એક બેઠક જીતી શકે તેમ છે જો પાંચ ધારાસભ્યો એ રાજીનામાં આપ્યા ના હોત તો કોંગ્રેસ બે બેઠક આરામથી જીતી શકે તેમ હતી.

ગુજરાત રાજ્યસભા, રાજ્યસભા, Rajya Sabha
ફોટો સોશિયલમીડિયા

હાલ ગુજરાત રાજ્યસભા ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને સેફ પ્લેસ પર ખસેડવામાં આવ્યા છે અને તમામ ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં લઈ જવામાં આવ્યા છે. અને રાજ્યસભાના મતદાનના આગળના દિવસે મોડી રાત્રે ગુજરાત પાછા લાવવામાં આવશે તેવી માહિતી હાલ સૂત્રો દ્વારા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને રાજીનામાં બાદ ભાજપ જીત બાબતે વધારે ઉત્સાહી બન્યું છે અને કોંગ્રેસ પર હાવી થતું જઇ રહ્યું છે. કોંગ્રેસ હાલ બેકફૂટ પર છે અને એક બેઠક પરથી ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચી શકે છે તેવા સમાચાર આવી રહ્યા છે.

ગુજરાત રાજ્યસભા, ડોનાલ્ડ ટ્રમ્પ
ફોટો સોશિયલમીડિયા

ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલ ગેલમાં છે નીતિન પટેલ દવવાર વિધાનસભામાં જબરદસ્ત બેટિંગ કરવામાં આવી અને કોંગ્રેસ નેતાઓની ગેરહાજરીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મધ્યપ્રદેશ કોંગ્રેસ નેતા કમલનાથની રાજરમત રમવા મંડ્યા. વાત એમ છે કે, નાયબ મુખ્ય પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું કે, કોંગ્રેસ તેના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં લઈ ગયા છે. જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ છે જો કોંગ્રેસના ધારાસભ્યોને કોરોના વાયરસનું સંક્રમણ થશે તો તેની જવાબદારી રાજસ્થાન સરકારની રહેશે. આ મામલે અમે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મેઈલ પણ કરીશુ. follow our facebook page for more news

નીતિન પટેલ આટલે ના અટકતાં તેમણે જણાવ્યું કે, રાજસ્થાનના જયપુર ગયેલા કોંગ્રેસી ધારાસભ્યો પરત આવશે ત્યારે સૌ પ્રથમ તેમની આરોગ્ય તપાસ અને સ્ક્રિનિંગ કરવામાં આવે તેવી તેઓ અધ્યક્ષને પણ અપીલ કરશે. આ બાબતે તેમણે ગૃહમંત્રી પ્રદીપસિંહને પણ સૂચન કર્યું કે, જયપુરથી કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતમાં આવે ત્યારે બોર્ડર પર ચકાસણી કરવાની જવાબદારી પ્રદીપસિંહ આપની છે. નીતિન પટેલ દ્વારા આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની ગેરહાજરીમાં આ ફટકા બાજી કરી હતી અને મનોમન ખુશ થતા હશે કે તેઓ સદી ફટકારી રહ્યા છે. આમ પણ નીતિન પટેલ ગૃહમાં ફટકાબાજી માટે જાણીતા છે. કમલનાથ પણ આવી જ માંગણી બેંગ્લોર ગયેલા ધારાસભ્યો માટે કરી ચુક્યા છે.

ગુજરાત રાજ્યસભા, મધ્યપ્રદેશ, madhya Pradesh, Kamal Nath, Jyotiraditya Scindia, Congress
ફોટો સોશિયલમીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે હવે એક અઠવાડિયા સુંધીનો સમય બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ અસમંજસ છે કે બંને ઉમેદવારો ને લડાવવા કે એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાઈ લેવું. આંકડાની ગેમમાં કોંગ્રેસ આમતો પાછળ પડી ગઈ છે પરંતુ હજુ આશા છે કે કોઈપણ રીતે બે સીટ જીતી શકે છે. છોટુ વસાવાનો વિશ્વાસ કરવો કે નહીં તેમજ ગૃહમાં ભાજપના ધારાસભ્ય પણ ભૂલ કરી શકે છે અને નારાજ ધારાસભ્ય ગેરહાજર પણ રહી શકે અથવા ક્રોસ વોટિંગ કરી શકે છે તે બાબતો ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યસભા ની બંને સીટ પર બંને ઉમેદવાર લડાવવા જોઈએ તેવું લગભગ લગભગ નક્કી છે હાલ આ ફેંસલો હાઇકમાન્ડ પાસે પેન્ડિંગ છે.