નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. બપોર ૨ થી ૩ વાગતા સુધી તેની સ્પીડ 120 KMPH સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ મુંબઈમાં હાઇટાઈડની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. દરિયામાં 6 ફુંટ ઊંચા મોજા ઊછળવાની સંભાવના છે. હાલ આ વાવાઝોડું મુંબઈથી 150 કિલોમીટર દૂર છે. બપોર બાદ ચક્રવાત મહારાષ્ટ્રના પાલઘર અને મુંબઈના દરિયાઈ વિસ્તારમાં ટકરાઈ શકે છે. હવામાન વિભાગના મતે હાલ ચક્રવાતની ઝડપ 100 કિલોમીટર પ્રતિકલાક પહોંચી ગઈ છે. દરિયાઈ વિસ્તારમાં ટકરાતી વખતે તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આજે રાત્રે 9:45 કલાકે મુંબઈના દરિયામાં હાઈટાઈડની ચેતાવણી આપવામાં આવી છે. તો વાવાઝોડા પહેલા આજે બુધવારે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
મુંબઈ માટે આજનો દિવસ ભારે
મુંબઇ શહેર માટે આજનો દિવસ ભારે છે. બપોરે 120 કિલોમીટરની ઝડપે નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અત્યાર સુધી 80 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ચક્રવાતનો સામનો કરવા માટે એનડીઆરએફની 20 ટીમ તહેનાત કરી દેવામાં આવી છે, જેમાંથી મુંબઈમાં 8, રાયગઢમાં 5, પાલઘરમાં 2, થાણેમાં 2, રત્નાગીરીમાં 2 અને સિંધુદુર્ગમાં 1 ટીમ તહેનાત કરાઈ છે. માત્ર બે અઠવાડિયામાં દેશ બીજા ચક્રવાતનો સામનો કરી રહ્યું છે. આ પહેલા અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી મચાવી હતી.
ચક્રવાત પહેલા વરસાદનું આગમન
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા અલીબાગમાં ચક્રવાત નિસર્ગ ટકરાવાની આશંકા છે. જોકે આ પહેલા મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં મંગળવાર રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે.
દરિયાઈ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ
મુંબઈમાં ચક્રવાતનો સામનો કરવા અને જાનહાનિ રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે અને લોકોને ઘરમાં જ રહેવાની અપિલ કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ, સેના, ફાયર બ્રિગેડને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના મતે દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં ચક્રવાતની અસર સૌથી વધારે જોવા મળશે. મુંબઈ સહિત ઉતર મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના પગલે એલર્ટ
જાહેર કરવામાં આવ્યું છે. તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડાના પગલે ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતના 47 ગામ ખાલી કરાવ્યા
રાજ્યમાં ચક્રવાત નિસર્ગ વાવઝોડું ના પગલે વલસાડ, નવસારી જિલ્લાના વહીવટે તંત્રે દરિયાઈ વિસ્તારના 47 ગામમાં રહેતા 20 હજાર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે. મંગળવારે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર આજે બુધવારે કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે.
મુંબઈમાં નેવીની ટીમ તહેનાત
નિસર્ગ વાવાઝોડું પસાર થવા બાદ ઊભી થનારી સ્થિતિને પહોંચી વળવા માટે પશ્ચિમ નેવીને જવાબદારી સોંપવામાં આવી છે, જેના પગલે નેવીની એક ટીમ એલર્ટ મોડ પર છે. રિક્ષા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેવીએ રેસ્ક્યૂ માટે સાતથી વધુ ટીમને મુંબઈમાં તહેનાત કરી છે. તેઓએ વધુમાં કહ્યું કે, આ ટીમ રાહત અને બચાવ કામગીરીમાં માહેર છે. જ્યાં પૂરની સંભાવના છે તે વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમારા ફેસબુક પેજ Moje Dariya ને લાઈક કરો.
- આ પણ વાંચો
- ‘વ્હાલનો દરિયો’ સાંત્વની ત્રિવેદી નું દિલના તાર ઝણઝણાવતું નવું ગીત લોન્ચ!
- ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલરની પત્નીએ શેર કર્યા બે હોટ ડાન્સ વીડિયો!
- RBI એ કર્યું આ બેંકનું લાયસન્સ રદ, ખાતેદારોનું શું થશે જાણો
- ભાજપ કોંગ્રેસ વચ્ચે તફાવત બતાવી હાર્દિક પટેલ સાધ્યું ભાજપ પર નિશાન! જાણો!
- પીપીઈ કીટ માટે પુરુષ મહિલા ડૉકટર જાહેરમાં થયા નગ્ન! નોધાવ્યો વિરોધ!
- વાળ કપાવવા ગયેલા 6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ! ગામ આખું સિલ!
- સાજા થયેલા 51 કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ! વિશ્વનું ધ્યાન ખેંચ્યું! મોટો ખુલાસો! જાણો!
- કોરોના મહામારી: અહિં ઘરે બેઠા મળશે દારૂની ડિલિવરી, સરકારનો મોટો નિર્ણય!
- કામસૂત્ર ફિલ્મથી ચકચાર મચાવનાર શર્લિન ચોપરા ના બોલ્ડ ફોટોસ વાયરલ! ફોટો રિપોર્ટ!
- પોર્નસ્ટાર નો ખુલાસો આ ખિલાડી પ્રાઇવેટ મેસેજ કરે છે! જાણીને નવાઈ લાગશે!
- પૂનમ પાંડે ના વીડિયો વાઇરલ! અન સેન્સર્ડ વીડિયો જોવા કરો આ સ્ટેપ ફોલો!
- અંગુરી ભાભી ના ફોટોસ થયા વાઈરલ! તમે ક્યારેય નહિ જોયા હોય!
- બોલિવૂડ ની આ હેરોઇને એવી જગ્યા એ કરાવ્યું ટેટુ કે જોતા રહી જશો