કોરોના બાદ હવે લોહી ચૂસવાવાળા જીવડાંઓનો આતંક!

blood sucking ticks russia, blood sucking ticks,russia, ticks, corona, કોરોના
ફોટો સોશિયલમીડિયા

વિશ્વમાં કોરોના વાયરસના કેર વચ્ચે એક નવી આફત સામે આવી છે. રુસમાં આવા જીવડાંઓના કરડવાથી લોકોને હોસ્પિટલ દાખલ કરવા પડે છે. અત્યાર સુધી 8 હજારથી વધુ લોકોને બનાવ્યા છે પોતાનો શિકાર. રુસના કેટલાક વિસ્તારોમાં લોહી ચૂસવાવાળા જીવડાંએ આતંક મચાવ્યો છે. આવા જીવડાંઓના કરડવાથી લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડે છે. એક બાજુ જ્યાં કોરોના વાયરસના કારણે પહેલાથી જ હોસ્પિટલમાં બેડની અછત છે તેવા સમયે આ નવી આપત્તિનો સામનો કરવો પડી રહ્યો છે. રુસના સરકારી આંકડાઓ અનુસાર આ જીવડાઓની સંખ્યા હાલ સામાન્ય કરતા 428 ગણી વધી ગઇ છે.

મધ્ય રુસમાં 8215 લોકો ભોગ બન્યા

blood sucking ticks russia, blood sucking ticks,russia, ticks, corona, કોરોના
ફોટો સોશિયલમીડિયા

એક તરફ કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે આ કીડીઓ નવી આફત લઈને આવી ચુક્યા છે. રુસના ક્રાસ્નોયાર્સ્ક વિસ્તારમાં આવા જીવડાં અત્યાર સુધી 8215 લોકોને કરડી ચૂક્યા છે, જેમાંથી 2125 નાના બાળકોનો સમાવેશ થાય છે. ક્રાસ્નોયાર્સ્કમાં દર એક કિલોમીટરના વિસ્તારમાં 214 લોકો તેનો શિકાર બન્યા છે. આ જીવડાં કરડવાથી મગજ પર અસર ઉપરાંત હાડકાના સાંધા દુખવા લાગે છે. સાથે ભોગ બનનાર વ્યક્તિમાં અશક્તિ ફેલાઈ જાય છે, જેથી તેઓને હોસ્પિટલ ખસેડવા પડે છે.

રુસના સાઇબેરિયા વિસ્તારમાં સૌથી વધુ સંખ્યા

blood sucking ticks russia, blood sucking ticks,russia, ticks, corona, કોરોના
ફોટો સોશિયલમીડિયા

મીડિયા રિપોર્ટ અનુસાર રુસના સાઇબેરિયા વિસ્તારમાં આ જીવડાંઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આ જીવડાં દેખાવમાં નાના મકોડા જેવા હોય છે. પરંતુ તે જ્યારે કરડે છે ત્યારે અસહ્ય પીડા થાય છે. સાઈબેરિયાની હોસ્પિટલોમાં આવા જીવડાંઓનો શિકાર બનનારાની સંખ્યા વધી રહી છે. એટલું જ નહિ દવા અને વેક્સિનની અછતના કારણે ભારે હાલાકી પડી રહી છે. એક તરફ હજુ કોરોના મહામારી સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે આ જીવડાએ આતંક મચાવ્યો છે.

2015માં ઇન્સેફેલાઈટિસ ફેલાયો હતો

blood sucking ticks russia, blood sucking ticks,russia, ticks, corona, કોરોના
ફોટો સોશિયલમીડિયા

આવા જ જીવાતની એક પ્રજાતિના કારણે રુસમાં 2015માં ઇન્સેફેલાઈટિસ ફેલાયો હતો અને તેના કારણે 1.50 લાખ લોકોના મોત થયા હતા. હાલ આજ પ્રજાતિના જીવડાંઓના કરડવાથી લોકો હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. એક બાજુ કોરોના વાયરસના દર્દીઓ જ્યારે બીજી બાજુ આ જીવડાંના શિકાર બનેલા દર્દીઓના કારણે મેડિકલ સ્ટાફની મુશ્કેલી વધવાની સાથે હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાઈ છે.

અમારા ફેસબુક પેજ Moje Dariya ને લાઈક કરો.